<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

માંડાડુંગર ભીમરાવનગરમાં મહેશભાઇ ધોળકીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

ગણેશ ચોથ કરી માવતરેથી પરત આવેલી પત્‍નિએ ઘરમાં જોતાં પતિ લટકતા મળ્‍યાઃ દિકરીએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨: શહેરના આજીડેમ ચોકડીથી આગળ આવેલા માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં રહેતાં મહેશભાઇ વાઘજીભાઇ ધોળકીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મહેશભાઇ કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં આઠ વર્ષની દિકરી છે. પત્‍નિ કાજલબેન ગણેશ ચોથ નિમીતે માવતરે ગયા હતાં. આજે પરત આવ્‍યા ત્‍યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં પતિએ ન ખોલતાં આસપાસના લોકોને બોલાવ્‍યા હતાં. એક પડોશીએ દિવાલ કુદી અંદર જઇ દરવાજો ખોલતાં મહેશભાઇ લટકતો મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. ૧૦૮ના તબિબે મૃત જાહેર કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મહેશભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:34 PM IST)