તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
રૂડાની બેધારી નીતિઃ ગામડાઓમાં ટેન્કર દોડાવાયાઃ આવાસ યોજનાને પાણી વિહોણી રાખી
રૂડાના ૫૦ પૈકી ૨૦ ગામોમાં પાણીનો પોકારઃ આવાસોમાં બોર ડુકયાઃ અધિકારીઓનું માત્ર એ-સી રૂમમાંથી મોનીટરીંગ

રાજકોટઃ તા.૨: બળબળતા ઉનાળામાં પાણીની હાડમારીના કારણે રૂડાના વિસ્તારોમાં-ગામોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જયાં જુઓ ત્યાં પાણીના ટેન્કરો હડીયાપટી કરતા જોવા મળી રહયા છે.
ઉનાળો બરાબર જામ્યો છે. ત્યારે મે અને જૂન માસ પસાર કરવો અઘરો બનવાના એંધાણ દેખાઇ રહયા છે. વારંવાર રૂડાના સત્તાધીશોને પાણી અંગે રજૂઆતો છતા પરિણામ શૂન્ય છે. ઉપરાંત રૂડાની આવાસ યોજનાઓના બોર પણ ડુકી જતા રહેવાસીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.
એક તરફ રૂડા દ્વારા ગામડાઓમાં પાણીના ટેન્કરો દોડાવાય રહયા છે. પણ આવાસ યોજનાના રહેવાસીઓને એક ટીપું પણ મળતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. પ્રાઇવેટ પાણીના ટેન્કરોના ભાવ પણ ૧ હજારથી ૧૫૦૦ વચ્ચે છે. ત્યારે અહીંના સ્થાનીકો દ્વારા ટેન્કર આપવા રૂડા સમક્ષ માંગ ઉઠાવાઇ છે. રૂડાહસ્તકના ૫૦ માંથી ૨૦ જેટલા ગામોમાં ટેન્કર શરૂ કરાયા છે. ત્યારે રૂડાની આવાસ યોજનાઓમાં પણ સત્વરે ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવા સ્થાનીકો માંગ કરી રહયા છે.
(4:37 PM IST)










