<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

જિલ્લા પંચાયતની ૮૪૫ પ્રાથમિક શાળાઓના ૧.૨૨ લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરઃ સોમવારથી વેકેશન

ધો. પ અને ૮માં ખૂબ નબળા અથવા ગેરહાજર વિદ્યાર્થીને નાપાસ કરી શકવાની જોગવાઇ

રાજકોટ તા.રઃ જિલ્લા પંચાયત હસ્‍તકની ગ્રામ્‍ય વિસ્‍તારની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. તા.પ મે સોમવારથી ૩૫ દિવસ માટે શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. જુનના બીજા અઠવાડીયામાં શાળા પ્રવેશોત્‍સવ યોજાય તેવા નિર્દેષ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષા તંત્ર ગોઠવાયું હતું. જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં ધો.૧ થી ૮ સુધીના ધોરણોની ૮૪૫ પ્રાથમિક શાળાઓ છે. તેના ૧.રર લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવેલ. આજે પરિણામ જાહેર કરવામાં આવ્‍યું છે. ધો.પ અને ૮ માં વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર હોય અથવા પરીક્ષામાં એકદમ નબળો દેખાવ કર્યા હોય તો તેને નાપાસ કરી આગળના ધોરણમાં જતા અટકાવવાની જોગવાઇ છે. આવા વિદ્યાથીઓને જુલાઇમાં ફરી જે તે વિષયની ફરી પરીક્ષા આપી વર્ષ બચાવવાની તક મળે છે. ધો.૧ થી ૫ નિમ્‍ન પ્રાથમિક અને ધો.૬ થી ૮ ઉચ્‍ચ પ્રાથમિક ગણાય છે. આજે જાહેર થયેલ પરિણામમાં  કયા ધોરણમાં કયા વિદ્યાર્થીનો દેખાવ કેવો રહયો તેનું આંકડાકીય વિશ્‍લેષણ શિક્ષણ તંત્ર દ્વારા હવે પછી કરવામાં આવશે. નવા શૈક્ષણિક સત્રથી ભણવામાં નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્‍યાન આપવામાં આવશે.

(4:12 PM IST)