News of Friday, 2nd May 2025
૧૮ મી સદીમાં વિરચિત અદભુત કાવ્ય ગ્રંથ ‘‘શાંત સુધારસ''ગ્રંથ આધારિત નાટક રવિવારે રાજકોટમાં ભજવાશે
તીર્થંકર પરમાત્માશ્રી મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણક નિમિત્તે નાટકની પ્રસ્તુતિ થશેઃ નાટકમાં જાણીતા કલાકારો અપ્રતિમ રીતિએ તેની રજુઆત કરશેઃ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી દ્વારા ૧૮ મી સદીમાં વિરચિત અદભુત કાવ્યગ્રંથ ‘‘શાંત સુધારસ'' આધારિત અદભુત નાટક ટુંક સમયમાં રજુ થશે

રાજકોટઃ શ્રી અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ રાજકોટ તેમજ મણીઆર દેરાસરના સંયુકત ઉપક્રમે મહાવીર સ્વામી કેવળજ્ઞાન કલ્યાણક નિમિત્તે ૪ મેં રવિવારે રાત્રે ૯ કલાકે હેમુ ગઢવી નાટય ગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે ‘‘શાંત સુધારસ'' નામે નાટમમંચન થશે. આ માટે પુજય આચાર્યશ્રી યશોવિજયસુરીશ્વરજી મહારાજ, પૂજયશ્રી ધીરજમુનિ મહારાજ, પૂજશ્રી જે.પી. ગુરૂજી તથા જૈનશાસનના અનેક ગુરૂભગવંતોના આશીર્વચનો પ્રાપ્ત થયા છે. તેમ જણાવાયું છે.
દ્વિઅંકી આ નાટકમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કલાના ઓજસ પાથરીને અનિત્યભાવના, અશરણ ભાવના- સંસાર ભાવના-એકત્વ ભાવના-અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ-સંવર- નિર્જરા ભાવના લોક સ્વરૂપે-બોધિદુર્લભ તથા ધર્મભાવના, એમ બારે ભાવનાને સંક્ષિપ્તમાં નાટયસ્વરૂપે સમજાવીને ઉજાગર કરશે.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પૂ. મેઘજાનંદજી સ્વામી, સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઇ વોરા, શેઠ ઉપાશ્રયના ચંદ્રકાંતભાઇ શેઠ, શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનમંદિર, રાજકોટના જગદીશભાઇ ભીમાણી, દિગંબર સ્વાધ્યાય મંદિર, રાજકોટના વિરેન્દ્રભાઇ ખારા ઉપસ્થિત રહેશે. આ માટે સ્વ. કાંતાબેન દેસાઇ હસ્તે મલય અનિલભાઇ દેસાઇ, જીતુભાઇ બેનાણી (અમીધારા ડેવલોપર્સ) પેલીકન ગ્રુપ (ભરતભાઇ શ્રીમાંકર) સુભાષભાઇ પટેલ અકોર્સ ટ્રેડલીન્ક પ્રા.લી. અને શ્રી જીતુભાઇ દેસાઇ (ચા વાળા) પંકજભાઇ કોઠારી, અરૂણભાઇ દોશી, કિરીટભાઇ સંઘવી આદિનો સહયોગ સાંપડયો છે.
નાટક માટે જૈન શાસન રત્નકલિકુંડ મહાતીર્થ િ નવાસી કુમારપાળભાઇ શાહ અને જાણીતા તત્વચિંતક વસંતભાઇ ખોખાણી તેમજ અગાસ આશ્રમના પારસભાઇ જૈનની પ્રેરણા પ્રાપ્ત થઇ છે.
આ સમગ્ર કાર્યક્રમના પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે નિલેશભાઇ શાહ-(૯૮૨૫૨ ૯૦૬૨૫) અને પરામર્શક સુશ્રી ભારતીબેન દિપકભાઇ મહેતા કાર્યરત છે.
‘‘શાંત સુધારસ'' નાટયમંચન નું કથાબીજ લેખક તથા પત્રકાર વિમલભાઇ ધામીએ તથા નાટય રૂપાંતર નિર્લોકભાઇ પરમારે કર્યું છે. આ નાટક માટે નિમંત્રક તરીકે શ્રી અરવિંદભાઇ મણીઆર રીસર્ચ સેન્ટર ટ્રસ્ટ રાજકોટના સુશ્રી હંસિકાબેન મણીઆર,કલ્પકભાઇ મણીઆર,હર્ષલભાઇ મણીઆર, મિહિરભાઇ મણીઆર તથા સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તત્વચિંતન-સ્વાધ્યાય-સંત્સંગ સી.એ. જયેશભાઇ શેઠના સાંનિધ્યમાં તા. ૮ થી ૧ઢ મે સવારે ૯ થી ૧ર અને સાંજે ૬ થી ૯ હોટલ પેટ્રીયા સ્યુટસ એરપોર્ટ રોડ ખાતે યોજાશે તથા ઓનલાઇન સ્વાધ્યાય સવારે ૭:૩૦ થી ૮:૩૦ અને સાંજે ૮ થી લ્ ગુગલમીટ ઉપર ભારતીય સમય મુજબ યોજાશે.
(તસ્વીરમાં સર્વશ્રી નિલેશ શાહ, નિર્લોક પરમાર, નાટયલેખક-દિગર્શક ચેતન દોશી- કલાકાર પલ્લવી વ્યાસ-કલાકાર મનાલી જોષી- કલાકાર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા ) દ્વિઅંકી નાટકઃ ‘શાંત સુધારસ'
કથાબીજઃ પત્રકાર વિમલભાઇ ધામી, નાટય લેખક-દિગ્દર્શકઃ નિર્લોક પરમાર,
કલાકારોઃ ચેતન દોશી, પલ્લ્વી વ્યાસ, કૌશીક રાવલ, મનાલી જોશી, અમીત વાઘેલા દેવ્યાની જગડ, પ્રેરક મેર, દિયા મહેતા, યશ પંડયા, ગૌતમ દવે, જતીન જગડ, પ્રશાંત મકવાણા, વિકાસ રાવલ, ભાનીતા જેઠવા, ધેર્ય જોશી, શુભમ ભટ્ટ.
કોરિયોગ્રાફીઃ ધ્વની ગાંધી
સંગીત સંકલન-સંચાલનઃ ગુલામ હુશેન અગવાન
પ્રકાશ રચના-સંચાલનઃ જતીન ડોડીયા
મેકઅપઃ હિમાંશી પાડલીયા, સ્પે.લાઇટસઃ વિવેક પંડયા, સેટીંગ્ઝઃ અશોક લુંગાતર, ફોટોગ્રાફીઃ બિપીન કંટારીયા, પ્રોડકશન મેનેજરઃ ગૌતમ દવે, માર્ગદર્શકઃ ભારતીબેન મહેતા, હર્ષલભાઇ મલીયા.
(4:16 PM IST)










