News of Saturday, 3rd May 2025
માળીયા મિયાણાના ઘાટીલા મુકામે સોમવારે ઠુંગા પરિવારના સુરાપુરા શ્રી ગાંગાબાપાનો હવન-ધજા ચડાવાશે
તા.૫ના ઠુંગા પરિવારનો પગપાળા સંઘ ઘાટીલાથી દ્વારકા જશે, જે ૧૪મીએ પહોંચશે, તે દિવસે રાત્રીના નામાંકિત કલાકારોનો લોકડાયરોઃ ૧૫મીએ ભગવાન દ્વારકાધીશજીને ધજારોહણઃ સંતો મહંતોની ઉપસ્થિતિ

રાજકોટઃ સમસ્ત ગુજરાતના ઠુંગા પરિવાર દ્વારા તા.૫ સોમવારે ઠુંગાપરિવારના સુરાપુરા શ્રી ગાંગાબાપાનો હવન તથા ધજા ચડાવવાનું આયોજન કરેલ છે. મુ.ઘાટીલા, તા.માળીયા મિયાણા જી.મોરબી ખાતે સમગ્ર ગુજરાતના ૨૩ મઢના ઠુંગા પરિવાર આયોજન કરી રહ્યા છે.
એજ દિવસે તા.૫ સોમવારે સાંજે ઘાટીલાથી ઠુંગા પરિવાર પગપાળા સંઘ મોટી સંખ્યામાં દ્વારકા જશે. જે તા.૧૪ના બપોરે ઠુંગા પરિવારનો પગપાળા સંઘ દ્વારકા પહોંચશે. રાત્રીના લોક ડાયરાનું દ્વારકા મુકામે આયોજન કરેલ છે. તેમાં નામાંકિત કલાકારો રાજભા ગઢવી, રામદાસ ગોંડલીયા, વાલભા ગઢવી, સેજલબેન ઠુંગા, પાયલબેન ઠુંગાનો કાર્યક્રમ રાખેલ છે. તા.૧૫ના સવારના ૯ વાગ્યે દ્વારકાધીશની ધ્વજા રોહણ કાર્યક્રમ રાખેલ છે.
આ ધાર્મિક પ્રસંગે સમાજના ધર્મગુરુ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ- થરા, સંતશ્રી ધર્મભુષણ રાજેન્દ્રદાસ બાપુ- તોરણીયા, પ.પૂ.ભગત શ્રી બાલરામ બાપુ- દ્વારકા, પ.પૂ.સંત શ્રી મુન્નાબાપુ દ્વારકા, પ.પૂ.સંત શ્રી રામધણવાળા બાપુ રાજકોટ આર્શીવચન આપશે.
આ પ્રસંગને સફળ બનાવવા માટે સમસ્ત ઠુંગા પરિવારના કાર્યકરો સામતભાઈ ઠુંગા- સેતાલુસ, વિજયભાઈ ધનજીભાઈ ઠુંગા- જામનગર, મચ્છાભાઈ રાઘવભાઈ ઠુંગા- જામનગર, રાજુભાઈ ભીમાભાઈ ઠુંગા- રાજકોટ(રવેચી હોટલ-રાજકોટ), ભુરાભાઈ ઠુંગા-સેતાલુસ, રાયમલભાઈ ઠુંગા- કડીયાણા, બાબુભાઈ કરણાભાઈ ઠુંગા- રાજકોટ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:37 AM IST)










