<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

જામનગરમાં શારદાપીઠના શંકરાચાર્યજી સંચાલીત તક્ષશીલા સંકુલમાં પરશુરામધામનું નિર્માણ થશેઃ સોમવારે ભૂમિપૂજન

બહ્મચોર્યાશીનું પણ આયોજનઃ મધ્‍ય પ્રદેશ ખાતે ભગવાન પરશુરામજીની જન્‍મભૂમિની રજ પધરાવવામાં આવશેઃ ભવિષ્‍યમાં હોસ્‍ટેલ, અતિથિગૃહ, હોસ્‍પિટલ, કોલેજનું પણ નિર્માણ થશે

રાજકોટઃ બ્રહ્મ એજ્‍યુકેશન એન્‍ડ સોશિયલ ડેવલોપમેન્‍ટ ટ્રસ્‍ટ તક્ષશીલા પરશુરામધામ પરિવારના બ્રહ્મચારી નારાયણનંદજી ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, રવિભાઈ ત્રિપાઠી સહિતના આગેવાનોની એક યાદીમાં જણાવાયું છે કે શ્રી શારદાપીઠ દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય મહારાજ દ્વારા જામનગર ખાતે તક્ષશીલા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે એજ્‍યુકેશનની અનેક વિવીધ પ્રવુતિઓ હાથ ધરવામાં આવેલ છે ત્‍યારે તક્ષશીલા સંકુલમાં ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર જગતના આરાધ્‍ય દેવ અને બ્રાહ્મણના ઇસ્‍ટ દેવ એવા ભગવાનશ્રી પરશુરામજીના મંદિરનું ભૂમિ પૂજન આગામી તા.૦૫ને સોમવારના રોજ સવારે ૯:૩૦ કલાકે છોટી કાશી ગણાતા જામનગર ના દરેડ લાલપુર રોડ ખાતે તક્ષશીલા સંકુલમાંઆયોજન કરવામાં આવેલ છે.

તક્ષશીલા સંકુલની વિશાળ જગ્‍યામાં પરશુરામધામ સાથે ભગવાનશ્રી ગુરુ દતાત્રેયજી, આદ્ય શંકરાચાર્યજીનું મંદિર પણ નિર્માણ થશે. આવા ત્રિવેણી સંગમ કાર્યક્રમનો પ્રારંભ જગતગુરુ શંકરાચાર્ય મહારાજશ્રી સ્‍વામીશ્રી સદાનંદસરસ્‍વતીજીના હસ્‍તે થશે.

આ પરશુરામધામ ૬ હજાર ફૂટની જગ્‍યામાં અને ૬૫ ફૂટ ઊંચાઈની શિખરે રહેશે. આ પરિસરમાં જગતગુરુ શંકરાચાર્યના આશ્રમમાં ઓડિટોરિયમનું નિર્માણ પણ કરવામાં આવશે. તેમજ તબક્કા વાર હોસ્‍પિટલ, કન્‍યા છાત્રાલય, આરોગ્‍ય અને શિક્ષણ જેવી બાબતો ને પણ પ્રાધાન્‍ય આપવામાં આવશે.  આ ભૂમિપૂજનમાં મધ્‍યપ્રદેશ ખાતે ભગવાનશ્રી પરશુરામ ભગવાનની જન્‍મ ભૂમિની રજ પધરાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં સંતો સર્વશ્રી મુક્‍તાનંદ બાપુ. અવધેશદાસજી મહારાજ, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી, ભગવાનદાસ બાપુ, કળષ્‍ણમણીદાસ, સીતારામ બાપુ, વિજ્‍યવાઈ મનેષી દેવ-સાદજી મહારાજ, વિશાલબાપુ, વિજયભાઈ જોશી તેમજ રાજકીય આગેવાનોમાં રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, મુળુભાઇ બેરા, પૂનમબેન માડમ, પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, રીવાબા જાડેજા, દિવ્‍યેશભાઈ અકબરી, પબુભા માણેક, અનિકેતભાઈ ઠાકર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મેઘજીભાઈ ચાવડા, સેજલબેન પંડયા, અનિલભાઈ મહેતા, અર્જુનભાઈ મોઢવાડિયા, હેમંતભાઈ ખવા, વિજયભાઈ બુજડ, નીતિનભાઈ ભારદ્વાજ, અમિતભાઈ ઠાકર, ઉદયભાઈ કાનગડ, વિજયભાઈ સાતા, ઇન્‍દ્રનીલભાઈ રાજ્‍યગુરુ, સુરેન્‍દ્રભાઈ વ્‍યાસ, સુભાષભાઈ જોશી, અર્ચનાબેન ઠાકર, શિવસાગરભાઈ શર્મા, હિમાંશુભાઈ જોશી, પ્રફુલભાઈ વાસુ, જીતુભાઈ લાલ, ડો. વિનોદભાઈ ભંડેરી, આશિષભાઈ જોશી, ધરમભાઈ જોશી, નેહલભાઈ શુકલ, કુસુમબેન પંડયા, અલ્‍પેશભાઈ જોશી, વ્રજલાલભાઈ પાઠક, ઋચિતાબેન જોશી. મઇબેન ગરચર, બીનાબેન આચાર્ય, ડિમ્‍પલબેન રાવલ, ફાલ્‍ગુનીબેન વ્‍યાસ, માધવભાઈ દવે, બીપેન્‍દ્રસિંહ જાડેજા, ચિરાગભાઈ યાદવ, અલ્‍પાબેન દવે, વિનોદભાઈ ખીમસુરીયા, હિતેનભાઈ ભટ, તળપ્તિબેન ખેતિયા, અશોકભાઈ નંદા, ગીરીશભાઈ અમેઠીયા, દિલીપભાઈ ભારદીયા, બાબુભાઈ તાળા, સચીનભાઈ વ્‍યાસ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

 આ તક્ષશીલા પરશુરામધામ નિર્માણકાર્યમાં જગતગુરુ શંકરાચાર્ય સ્‍વામીશ્રી સદાનંદ સરસ્‍વતીજી, ગુણવંતભાઈ ભટ્ટ, બિપીનભાઈ પૂંજાણી, નારાયણનંદજી, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, પી.સી.ખેતીયા, જયદેવભાઈ ભટ્ટ સહિતના આગેવાન ટ્રસ્‍ટીઓના માર્ગદર્શન હેઠળ તક્ષશીલા કેમ્‍પસમાં ભવિષ્‍યમાં દીકરીઓ માટે હોસ્‍ટેલ, રમત ગમત સંકુલ, સાધુસંતો માટે અતિથિ ગળહ, નૈસર્ગિક પર્યાવરણ સુશોભન, વ્‍યવસાઇક તાલીમ ભવન, હોસ્‍પિટલ, કોલેજ, એમ.ફી.થિયેટરનું નિર્માણ કરવામાં આવશે.

તસ્‍વીરમાં જામનગર બ્રહ્મ સમાજના અગ્રણી એન.ડી.ત્રિવેદી, શાષાી વિરલભાઈ નાકર, મનીષભાઈ રાવલ, કમલેશભાઈ પંડ્‍યા તેમજ સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજના પ્રવકતા હરેશભાઈ જોશી, ભૂદેવ સેવા સમિતિના તેજસભાઇ ત્રિવેદી નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(11:55 AM IST)