News of Saturday, 3rd May 2025
શ્રી ખોડલધામ આયોજિત વૈદિક વિવાહને અદભુત પ્રતિસાદઃ મહારાષ્ટ્રનો પરિવાર પણ જોડાયોઃ અનોખી પહેલને વખાણી

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક, શિક્ષણ, આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવળત્તિઓ ચાલી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવીન દિશા મળે તેવા ઉદ્દેશ સાથે હિંદુ શાષાોક્ત વિધિથી વૈદિક વિવાહની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે આવેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં અખાત્રીજના દિવસે વૈદિક વિવાહમાં રાજકોટના યુવકના લગ્ન મહારાષ્ટ્રના થાણેની યુવતી સાથે થયા હતા. રાજકોટના મોરબી રોડ પર રહેતા શૈલેષભાઈ દેવજીભાઈના દીકરા અક્ષિતના લગ્ન મહારાષ્ટ્રના થાણેના ભાયંદરમાં રહેતા પ્રવિણભાઈ શાંતિલાલભાઈની દીકરી પ્રિયા સાથે યોજાયા હતા. મહત્વનું છે કે, પ્રિયાના પિતા પ્રવિણભાઈ વર્ષોથી મુંબઈમાં રહે છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે.
રાજકોટ શહેરના શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં ચાર વૈદિક વિવાહનું આયોજન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે. વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી ૨૫-૨૫ લોકો ઉપસ્થિત રહી શકે છે વૈદિક વિવાહ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ મુખ્ય કાર્યાલય, સરદાર પટેલ ભવન, નવું બિલ્ડિંગ, ચોથો માળ, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, ન્યૂ માયાણીનગર, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ, મો.નં. ૭૪૮૬૦૨૦૮૧૦ અથવા ૯૭૧૨૯૪૭૮૯૪ પર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.
(2:30 PM IST)










