તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 3rd May 2025
રાજકુમાર કોલેજમાં ગુણવતા યુકત શિક્ષણ, રમતગમત અને શ્રેષ્ઠતા એકસાથે ચાલે : માંધાતાસિંહજી જાડેજા
૪૦૭ વિદ્યાર્થીઓએ વિવિધ રમત ગમતમાં કૌશલ્ય બતાવી મેડલો હાંસલ કર્યા

રાજકોટ તા. ૩ : રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સને ૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્ર દરમિયાન ખેલજગતમાં પોતાની કાબેલિયતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી જુદી જુદી રમતોમાં એવોર્ડ હાંસલ કરતા રાજકોટના ઠાકોર સાહેબ અને રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ ખુશી વ્યકત કરતા જણાવેલ કે રાજકુમાર કોલેજમાં ગુણવતા યુકત શિક્ષણ, રમતગમત અને શ્રેષ્ઠતા એકસાથે ચાલે છે.
એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, શૂટિંગ, સ્ક્વોશ, સ્વિમિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, તાઈકવાઙ્ઘન્ડો અને યોગા જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ ઇનામો પ્રાપ્ત કરીને કોલેજની પ્રતિષ્ઠામાં ઉમેરો કર્યો હતો. એસ.જી.એફ.આઇ. નેશનલ્સમાં સાત, ઓપન નેશનલ્સમાં એક, રાજ્ય-સ્તરીય સ્પર્ધાઓમાં એંસી, જિલ્લા-સ્તરીય ઇવેન્ટ્સમાં એકસો આઠ અને ત્આઇપીએસસી ટુર્નામેન્ટસમાં બસ્સો દસ મળીને સહિત કુલ ૪૦૭ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર શાળાનું પ્રતિનિધિત્વ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ હોવાનું પ્રિન્સિપાલ શ્રી યશ સક્સેના અને વાઇસ પ્રિન્સિપાલ સુશ્રી કેયુરીબા ગોહિલે એક યાદીમાં જણાવેલ છે.
૨૦૨૪-૨૫ સ્કૂલ નેશનલ ગેમ્સમાં શિવપ્રિયા કાચવાએ ઓલ ઈન્ડિયા આઇપીએસસી શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌમ્યા ચંદારાણાએ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, દ્રષ્ટિ સિયાનીએ આઇએસએસએફ જુનિયર કેટેગરી ઓપન નેશનલ ગેમ્સમાં ભાગ લઈને ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ભાગ્યશ્રીબા ચૌહાણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મનસ્વી રવિશિયા ઓલ ઈન્ડિયા આઇપીએસસી યોગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા બન્યાં હતાં. જ્યારે અભિ અજમેરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વ્યોમ ચાનિયારાએ ઓલ ઈન્ડિયા આઇપીએસસી સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૪ મેડલ મેળવ્યા હતાં. અબ્દુલ કાદિર સિપાહીએ ઓલ ઈન્ડિયા આઇપીએસસી તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઓલ ઈન્ડિયા આઇપીએસ તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં સર્વશ્રી રુદ્રવીરસિંહ પલાણીયાએ ગોલ્ડ મેડલ, કરમવીર જેઠવાએ સિલ્વર મેડલ જીત્યા હતાં. જ્યારે રાજ પટેલ, મહારથી શુક્લા, શ્લોક વ્યાસ, રુદ્ર લાવડિયા, કુશી ઉનડકટ, છત્રપાલ મોરીએ બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. ઓલ ઈન્ડિયા આઇપીએસસી બેન્ડ ચેમ્પિયનશિપમાં નેન્સી ગેરેજાએ શ્રેષ્ઠ બેન્ડ લીડરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે તેજસ્વિની ગઢવી અને ભાવીષ્કાસિંહે શ્રેષ્ઠ ડ્રમરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
ખેલજગતની અનેકવિધ સ્પર્ધામાંઓમાં પોતાનું હીર દર્શાવીને અસંખ્ય પુરસ્કારો પ્રાપ્ત કરનાર વિધાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતાં રાજકોટના ઠાકોર સાહેબ અને રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ ગુણવત્તા યુક્ત શિક્ષણ, સહ-અભ્યાસ પ્રવળત્તિઓ અને ખેલજગતમાં સર્વોત્તમ જાજરમાન સિદ્ધિઓ માટે સમર્પણ, દ્રઢતા અને ઉત્સાહ પ્રેરક પ્રદર્શન સહિત વિધાર્થીઓનાં સર્વાંગીણ વિકાસના દ્વાર ખોલી આપવા માટે રાજકુમાર કોલેજની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(3:55 PM IST)










