News of Saturday, 3rd May 2025
૧૩ વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા અંગે પકડાયેલ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
ક્રિકેટ રમવા દડો આપવાની લાલચ આપીને સગીર ઉપર દિલાવરખાન પઠાણે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરેલ હતું : કોર્ટ દ્વારા સજા ઉપરાંત ૨૫ હજાર દંડ ત્રણ લાખની સહાયનો હુકમ

રાજકોટ, તા.૩: રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે ૧૩ વર્ષના બાળકને ક્રિકેટનો દડો આપવાની લાલચ આપી એક શખ્સ સીએફએલના બંધ પડેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો. જ્યાં બાળકના બંને હાથ બાંધી મોઢે ડૂમો આપી સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચાર્યુ હતું. જે ગુનામાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.૨૫,૦૦૦ નો દંડ તેમજ ભોગ બનનારને વિકટીમ કોમ્પેન્શન સ્કીમ મુજબ રૂ.૩ લાખની સરકારી સહાયનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં વર્ષ ૨૦૨૧ માં પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારના ૧૩ વર્ષના તરુણને દિલાવરખાન સુલતાનખાન પઠાણ નામના શખ્સે ક્રિકેટનો દડો લઈ આપવાની લાલચ આપી મેડિકલ કોલેજ પાસે આવેલ સીએફએલના બંધ પડેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો અને જ્યાં તરુણના બંને હાથ બાંધી દીધા હતા અને મોઢા ઉપર ડૂમો આપી સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચાર્ય હતું અને બાદમાં જો આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઘરે પરત ફરેલા તરુણએ પરિવાર સમક્ષ આપવીતી વર્ણવતા બાળકના પિતાએ પ્રનગર પોલીસ મથકમાં દિલાવરખાન સુલતાનખાન પઠાણ વિરુદ્ધ ૧૩ વર્ષના તરુણ સાથે સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી દિલાવરખાન પઠાણની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે ૧૭ થી વધારે દસ્તાવેજી પુરાવા રજૂ કરી ભોગ બનનાર, ફરિયાદી, ડોક્ટર અને તપાસ અધિકારી સહિત ૧૩ સાહેદોની જુબાની લેવામાં આવી હતી. તેમજ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને ધ્યાને લઈ બીજા એડિશનલ પોક્સો સ્પેશિયલ જજ પી.જે. તમાકુવાલાએ ૧૩ વર્ષના તરુણને ક્રિકેટનો દડો આપવાની લાલચ આપી બંધ પડેલા ક્વાર્ટરમાં લઇ જઈ હાથ બાંધી મોઢા ઉપર ડૂમો આપી સળષ્ટિ વિરુદ્ધનું કળત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપી દિલાવરખાન પઠાણને આજીવન કેદની સખત સજા અને રૂ.૨૫૦૦૦ નો દંડ તેમજ ભોગ બનનારને વિકટીમ કોમ્પેન્શન સ્કીમ મુજબ રૂ.૩ લાખની સરકારી સહાયનો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન તેમજ મૂળ ફરિયાદી વતી રાજકોટનાં દફતરી લો ચેમ્બર્સના ધારાશાષાી પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, નેહાબેન દફતરી,યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા, નીશાબેન સુદ્રા અને શીવાંગી મજીઠીયા રોકાયા હતા.
(2:44 PM IST)










