<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

૪૯માંથી ૪૪ જગ સપ્‍લાયરોને વિતરણ ન કરવા તાકિદ

જગમાં આવતુ પાણી પીવાલાયક છે? મનપાની ફુડ શાખા દ્વારા પાણી જગ વિતરણના ધંધાર્થીને ત્‍યા ચેકીંગ

રાજકોટ, તા. ૩:  શહેરની જાહેર જનતાના આરોગ્‍ય હિતાર્થે આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરની આઈસ ફેક્‍ટરી તેમજ પાણીના જગ વિતરકો પાસેથી આરોગ્‍ય વિભાગ દ્વારા પાણીના સેમ્‍પલ લેવામાં આવેલ જેની વિગત નીચે મુજબ છે.

વિઝીટ કરવામાં આવેલ આઈસ ફેક્‍ટરી/પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓની સંખ્‍યા ૪૯, લેવામાં આવેલ પાણીના ૪૯, પરીક્ષણ માટે મોકલવામાં આવેલ ,૪૯, એક્‍સેલન્‍ટ રીઝલ્‍ટ આવેલ ૩, સેટીસફેક્‍ટરી રીઝલ્‍ટ આવેલ -૨, ઈન્‍ટરમીડીએટ રીઝલ્‍ટ આવેલ- ૫, અનસેટીસફેક્‍ટરી રીઝલ્‍ટ આવેલ  તથા ૩૧, આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ   MNP કાઉન્‍ટમાં કોલીફોર્મ કાઉન્‍ટ/૧૦૦ML પ્રમાણે ૦(શૂન્‍ય) એટલે એક્‍સેલન્‍ટ, ૧ થી ૩ ને સેટીસફેક્‍ટરી, ૪ થી ૯ ને ઈન્‍ટરમીડીએટ અને ૧૦ કે તેથી વધુને અનસેટીસફેક્‍ટરી ગણવામાં આવે છે.

જેમાં એમ્‍સલન્‍ટ કહી શકાય તેમાં માનવ મિનરલ વોટર, વિજય મિનરલ વોટર, લીઓ ફ્રેશ વોટર,  પ્રાંજલ વોટર સપ્‍લાયર, વાલજીભાઈ શિયાણી (કેવડાવાડી શેરી નં.૧૦), ઈન્‍ટરમીડીએટ આવેલ છે તેની વિગત નીચે મુજબ છે.

ં   જીજલ સેલ્‍સ, દિલીપસિંહ જાડેજા (સોરઠીયાવાડી૭), દિલીપ વાળી (પટેલનગર૩), શીતલ મિનરલ વોટર, દેવ વોટર સપ્‍લાયનોસમાવેશ થાય છે.

જયારે  જે સેમ્‍પલના રીઝલ્‍ટ અનસેટીસફેક્‍ટરી આવેલ છે તેમાં     દ્વારકેશ ડ્રીન્‍કીંગ વોટર, વિરાજ ડ્રીન્‍કીંગ વોટર, ક્રીશ ડ્રીન્‍કીંગ વોટર, દેવરાજ ડ્રીન્‍કીંગ વોટર, ઓમ ચીલ્‍ડ વોટર, જે.ડી. વોટર સપ્‍લાયર, શિવ ડ્રીન્‍કીંગ વોટર, સુરેશ છાપરા (પટેલનગર૨), દિપક ભુવા (નવદુર્ગા ૩૦ ફુટ રોડ), મોહસીન અસરફ લિંગડીયા (મહેશ્વરી૩), ફારુક હુસેન આંબલીયા (અંકુર સોસાયટી મેઈન રોડ), સોહિલ સબીર પરમાર (જંગલેશ્વર મેઈન રોડ), યાસીન હસન નોતિયાર (જંગલેશ્વર૨), અસલમ સતાર ઓડિયા (સિયાણીનગર મેઈન રોડ), જય શ્રી ચામુંડા, માધવ વોટર, કમલેશભાઈ (વૈશાલીનગર), ભાગ્‍યોદય ફુડ એન્‍ડ બેવરેજીસ, ગુજરાત વોટર, લોધેશ્વર આઈસ ડેપો, સંજયભાઈ જીવણભાઈ કોરાટ, મોમાઈ મીનરલ વોટર, એક્‍વાફ્રેશ, પ્‍યોર ડ્રીન્‍કીંગ વોટર, દ્વારકાધીશ વોટર સપ્‍લાય, જીવનદીપ એન્‍ટરપ્રાઈઝ, મેહતા ડ્રીન્‍કીંગ વોટર, ક્રિષ્‍ના વોટર, પ્રકાશ ડાંગર (કોઠારીયા કોલોની), ગંગોત્રી મિનરલ વોટર, શક્‍તિ મિનરલ વોટર, રાજ મિનરલ વોટર, બંસી વોટર સપ્‍લાય, આદિત્‍ય મિનરલ વોટર, રાજ ડ્રીંક વોટર, બેસ્‍ટ વોટર, રામ આર.ઓ. વોટર સપ્‍લાય, બંસી આર.ઓ. વોટર સપ્‍લાય, ઝરણા વોટર સપ્‍લાય છે.

 ઈન્‍ટરમીડીએટ તેમજ અનસેટીસફેક્‍ટરી રીઝલ્‍ટ આવેલ તમામ પાણી/બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરવામાં આવેલ છે. તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા સેમ્‍પલ કલેક્‍શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

(3:20 PM IST)