<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

આજે રાત્રે સુવિખ્‍યાત નાટક ઓહ વુમનિયાટિકિટ

દરેકસ્ત્રી પુરૂષોએ માણવા જેવું નાટક :હેમુ ગઢવી હોલ ટિકિટ વિન્‍ડો ખાતેથી અથવા ૯૦૨૩૨ ૮૨૪૦૭ બુકમાઇશ

રાજકોટઃ આખરે રાજકોટની  આતુરતાનો અંત આણવા સૌમ્‍ય જોશી લિખિત દિગ્‍દર્શિત ખુબ વખણાયેલું નાટક ઓહ વુમનિયા નો આજે રાત્રે શોછે.‘‘એક ક્ષણ..એ જ હોય છે જયાં મૌન ફાટી નિકળે છે, અને ક્ષમતા ક્રાંતિ બની જાય છે!'' વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ પ્રસ્‍તુત આ એક એવું નાટક છે- જે હસાવશે પણ, રડાવશે પણ, અને સૌથી મોટું - જગાવશે પણ!

સૌમ્‍ય જોશી ગુજરાતી રંગભૂમિ અને સાહિત્‍યમાં એ વ્‍યકિતત્‍વ છે, જેમની કલમે દુઃખ અને હાસ્‍યને સમાન ગમ્‍મત આપીને દુનિયાની તસવીર ઊભી કરી છે. સમાજના અલગ અલગ હિસ્‍સાને, પરિસ્‍થિતિઓને હાસ્‍ય સાથે ચોટદાર રીતે રજૂ કરવાની આગવી કળા તેમની પાસે છે.‘હેલ્લારો'ના ડાયલોગ હોય કે ‘ગોતી લો'નુંગાન, ૧૦૨ નોટ આઉટ હોય કે વેલ્‍કમ જિંદગી, પાડાની પોળ હોય કે દોસ્‍ત અહી ચોક્કસ એક નગર વસતું હતું - દરેકમાં કંઇક નવો દ્રષ્ટિકોણ આપનાર સૌમ્‍ય જોશી એ માત્ર લેખક નથી, એક વિચારધારા છે. અને ‘‘ઓહ!! વુમનિયા'' તો એમની એવી રચના છે કે જે લેખન, દિગ્‍દર્શન અને આત્‍માને એક સૂત્રમાં ગાંઠે છે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ એ ગુજરાતી રંગમંચ પર અર્થપૂર્ણ અને હળવી-ગંભીર નાટકોની નવી લહેર લાવનાર એક એવું મંચ છે જે કલા માટે જીવે છે, અને કલા દર્શકના હૃદય સુધી પહોંચે એ માટે કામ કરે છે. વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ પોતાની હટકે નાટકોલાવવાનીપરંપરા સાતત્‍યપૂર્ણ આગળ વધારી રહ્યું છે

માત્રને માત્ર આપ સહુ કલાપ્રેમી પ્રેક્ષકોના પ્રોત્‍સાહનથી. અને એ જ પરંપરા આગળ વધારતા વિદેહી આ વખતે લાવી રહ્યું છે - સૌમ્‍ય જોશી લિખિત -દિગ્‍દર્શિત અને જીગ્ના વ્‍યાસ અભિનીત અત્‍યંત વખણાયેલું નાટક - ઓહ !! વુમનિયા - તારીખ ત્રીજી મે , શનિવાર, હેમુ ગઢવી હોલ ,  ખાતે - રાત્રે ૯.૩૦

શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે અનેક પુરસ્‍કારો મેળવનારી જીજ્ઞા વ્‍યાસ એ નાટકની ધબકતી હૃદયરેખા છે. જે પાત્ર ભજવે છે, એમાં પોતાનું સર્વસ્‍વ ઓગાળી દે છે. એ એક એવી અભિનેત્રી છે, જે માફક પાત્ર શોધે છે, પછી એની સાથે જીવવા લાગે છે. ‘‘ઓહ!! વુમનિયા'' માં તેમનું પાત્ર માત્ર પાત્ર નથીラએ તો એક સંવેદન છે, એ ક્‍યારેય બોલી નહીં હોય એવીસ્ત્રીઓનો આવાજ છે. જીજ્ઞાને ફરી એક નવા અવતાર અને નવા પાત્રમાં માણવી એ પણ એક લ્‍હાવો છે. રાજકોટની જનતા એ આ લ્‍હાવો તો ન જ મૂકવો જોઈએ.

‘‘ઓહ!! વુમનિયા'' એક એવી યાત્રા છે જે ટ્રેનના ડબ્‍બામાં શરૂ થાય છે. લાગણીઓથી ભરેલી, હળવી વાતચીતથી શરુ થયેલી યાત્રા, ધીરે ધીરે એક દહકતી લાગણીમાં પરિવર્તિત થાય છે.

આ નાટક ફક્‍તસ્ત્રી વિશે નથી.આ નાટક તો દરેક એ વ્‍યક્‍તિ માટે છે, જેમણેસ્ત્રીને સમજવાનો પ્રયાસ કર્યો છે, પણ વાત કહેવાનું સાહસ નથી કરી શક્‍યા.એ દરેક પુરુષ માટે છે, જેમણે ચુપ રહેવું ‘શિસ્‍ત'માની લીધી છે.એ દરેકસ્ત્રી માટે છે, જેમની લાગણીઓનું મૂલ્‍ય હજી સુધી નક્કી નથી કરાયું. કવિતાઓ, લાઈવ સંગીત, નૃત્‍ય અને નાટ્‍ય મીક્ષ્રણથી બનેલું આ નાટક અંદર સુધી વાંઝું પાડે છે.

નાટકનો એક માત્ર પ્રયોગ આજે તા. ૩ મે, શનિવાર , રાત્રે ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ માટેᅠહેમુ ગઢવી હોલ ટિકિટ વિન્‍ડો પર સવારે ૧૦ થી અથવા ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજિત ઓહ!!વુમનિયાનાટકના આધારસ્‍તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે પ્રભુ સ્‍નેહ બાય પ્રભુ ગ્રુપ ,એપલ બેસન, અર્જુન જવેલર્સ, ડબલ હાથી મસાલા અને સરાઝા હોટેલ અને સોશ્‍યલ મીડિયા પાર્ટનર તરીકે આપણું રાજકોટ,આ નાટક તમારા સુધી લાવવા માટે હમસફર બન્‍યા છે.

(3:21 PM IST)