<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

મવડી સ્‍પોર્ટસ સંકુલનું સંચાલન મનપા કરશેઃ વિવિધ રમતોની ફી જાહેર

ઓનલાઇન રજીસ્‍ટ્રેશન સોમવારથી ૧૬ મેથી રમતગમત થશે શરૂ : વિસ્‍તૃત માહીતી આપતા મેયર સહીતના પદાધિકારીઓ

રાજકોટ, તા., ૩ : મહાનગરપાલિકા દ્વારા રમત ગમતને પ્રોત્‍સાહન આપવા માટે મવડી ખાતે ઈન્‍ડોર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ બનાવવામાં આવ્‍યં છે. જેનું લોકાર્પણ મુખ્‍યમંત્રીના હસ્‍તે થયા બાદ સંચાલન મુદ્દે કોકડુ ગુંચવાયુ હતું. સંસ્‍થાઓ દ્વારા વ્‍યવસ્‍થિત સંચાલન નહીં થાય તેવી ફરિયાદોના પગલે મનપાએ હવે ખુદ સંચાલન કરવાનો નિર્ણય લઈ તા. ૫ થી રજીસ્‍ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં મવડી  પાળ રોડ, રામઘણ આશ્રમની પાસે, મવડી ખાતે રૂૂ.૨૩.૧૬ કરોડના ખર્ચે ૧૧૮૩૧.૦૦ ચો.મી. ક્ષેત્રફળના પ્‍લોટમાં નવું ઇન્‍ડોર સ્‍ટેડિયમ બનાવવામા આવેલ છે. આ નવા ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ઙ્કથમ તબક્કામાં કુલ-૪ સ્‍પોર્ટ્‍સ ફેસીલીટી આગામી તારીખઃ૧૬-૦૫-૨૦૨૫થી શહેરીજનો માટે શરૂૂ કરવામાં આવે છે જેના માટે ઓનલાઇન મેમ્‍બરશીપ તારીખઃ૦૫-૦૫-૨૦૨૫ના રોજથી  રજીસ્‍ટ્રેશન કરાવી શકશે. સ્‍પોર્ટસ સંકુલમાં લોન ટેનિસ, બાસ્‍કેટ બોલ, વોલીબોલ, બેડમિન્‍ટન, કબડ્ડી, યોગ, જીમ, શૂટિંગ ૧૦ મી. રેન્‍જ, આર્ચરી અને સ્‍કવોશ માટે કોર્ટ અને હોલ તૈયાર કરવામાં આવ્‍યા છે તેમ તબક્કાવાઇઝ સ્‍પોર્ટસ ફેસેલીટી શરૂ કરવામાં આવશે. (૪.૧૯)

વિવાદીત બ્રિજ નીચે ગેમઝોનનું સંચાલન માટે મનપા ટેન્‍ડર બહાર પાડશે

જેની સામે કેકેવી બ્રીજ નીચે તૈયાર કરવામાં આવેલ વિવાદીત ગેમઝોન કે જેનું લોકાર્પણ આજ સુધી થયું નથી અને આ ગેમઝોનનો ભારે વિરોધ થયો છે. તેનું સંચાલન એજન્‍સીને સોંપવાનો નિર્ણય લઈ વિવાદથી બચવાનો પ્રયત્‍ન કર્યો હોવાનું જાણવા મળેલ છે.

મહાનગરપાલિકા દ્વારા ગેમઝોન દુર્ઘટના માંથી સબક શિખ્‍યા બાદ પણ કેકેવી ઓવરબ્રીજ નીચે ફરી વખત ગેમઝોન તૈયાર કરાવવામાં આવ્‍યું છે. બન્ને બાજુ સર્વિસ રોડ હોવાના કારણે તેમજ બ્રીજ નીચે ઓછી જગ્‍યામાં ઝોન તૈયાર થયેલ હોય કાયમી અકસ્‍માતનો ભય ઝળુમતો હોવાના મુદ્દે શહેરીજનો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો હતો. તેવી જ રીતે કોંગ્રેસે પણ ગેમઝોન સ્‍થળે ધરણા યોજી આ ઝોન બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠાવેલ છતાં ભવિષ્‍યમાં કોઈ જાતની દુર્ઘટના સર્જાય તો દોષનો ટોપલો તંત્ર ઉપર ન આવે તે માટે ગેમઝોનનું સંચાલન ખાનગી સંસ્‍થાઓ ને પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

(3:32 PM IST)