News of Saturday, 3rd May 2025
મેટોડા ગેઇટ-૧માં ઉંચાઇ પરથી પટકાતાં યુપીના અંકુલનું મોત
સવારે પડોશી જાગ્યા ત્યારે ઘટનાની જાણ થઇ

રાજકોટ તા. ૩: મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧માં આવેલા અંજલી પાર્કમાં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના અંકુલ રામચંદ્ર શર્મા (ઉ.વ.૨૩) નામના યુવાનનું એપાર્ટમેન્ટના પહેલા કે બીજા માળેથી પટકાતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.
અંકુલ સવારે લોહીલુહાણ બેભાન હાલતમાં પાર્કિંગમાં પડયો હતો. પડોશી જાગીને નીકળ્યા ત્યારે તેણે અંકુલને આ હાલતમાં જોતાં ૧૦૮ને જાણ કરી હતી. તેના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. મેટોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો અને કુંવારો હતો. અહિ તે કારખાનામાં મજૂરી કરતો હતો. બનાવથી ગમગીની છવાઇ ગઇ હતી.
(3:37 PM IST)










