News of Saturday, 3rd May 2025
જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. બીના ત્રિવેદીના માતુશ્રીનું નિધન
જાણીતા ન્યૂરો સર્જન નિમિષ ત્રિવેદીના સાસુનું આજે બેસણું

રાજકોટઃ સૌરાષ્ટ્રના જાણીતા ગાયનેકોલોજીસ્ટ બીનાબેન નિમિષભાઈ ત્રિવેદી તથા શ્રીમતી ભાર્ગવી સોહમ શુક્લના માતુશ્રી જે જાણીતાં ન્યૂરો સર્જન ડો. નિમિષભાઈ પ્રમોદભાઇ ત્રિવેદી તથા સોહમ સનતભાઇ શુક્લના સાસુ ગુ.હા. સ.ચા. મોઢ બ્રાહ્મણ ગં. સ્વ. શારદાબેન નટવરલાલ જાનીનું તારીખ ૨ને શુક્રવારે દુખદ નિધન થયેલ છે.
સદગતનુ બેસણું આજે શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન પારસ કોમ્યુનિટી હોલ, પારસ સોસાયટી, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
(3:41 PM IST)










