<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રાજકોટ કોંગ્રેસના નેતાઓએ મહાનગરપાલિકાના કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો : રમકડાની બસ લઈને કમિશનર સમક્ષ વિરોધ પ્રદર્શન : જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે : કોંગ્રેસની માંગ

રાજકોટ સિટી બસ અકસ્માત કેસને લઇને કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કરીને ભાજપ સરકાર સામે અને કોર્પોરેશન તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો

રાજકોટ તા.૩ :
રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓએ મહાનગરપાલિકાના કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો હતો. વિરોધ પ્રદર્શન અંતર્ગત કોંગ્રેસના નેતાઓ રમકડાની બસ લઈને મહાનગર પાલિકાની કચેરી પર પહોંચ્યા હતા.

રાજકોટ સિટી બસ અકસ્માત કેસને લઇને કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યુ હતું. જે અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓએ મહાનગરપાલિકાના કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો હતો. વિરોધ પ્રદર્શન અંતર્ગત કોંગ્રેસના નેતાઓ રમકડાની બસ લઈને મહાનગર પાલિકાની કચેરી પર પહોંચ્યા હતા. કોંગ્રેસે માંગ કરી હતી કે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે.

આ ઘટનાની હાલની અપડેટ પર નજર કરીએ તો ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ કરી છે. નિલેશ ચાવડા નામના આ સુપરવાઈઝરની જવાબદારી બસ ચેકિંગ તથા ડ્રાઇવરના લાયસન્સના ચેકિંગની હતી. નિલેશ ચાવડાએ ડ્રાઇવરનું લાયસન્સ ચેક કર્યા વગર જ તેને બસ ચલાવવા માટે છૂટોદોર આપી દીધો હતો. પોલીસે નિલેશ ચાવડાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

 

(3:57 PM IST)