News of Saturday, 3rd May 2025
NEETની પરીક્ષા પહેલા ઊંચું મેરિટ મેળવોનો દાવો : દેશવ્યાપી કૌભાંડમાં 75 લાખથી 1 કરોડમાં માર્કસ આપવાનું ષડયંત્ર : ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં
રાજકોટના વાલીને વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા અને હોટલમાં ડીલ કરી : કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી નેટવર્ક ફેલાયેલું : 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરેંટી

રાજકોટ તા.૩ : NEETની પરીક્ષા પહેલા સૌથી મોટો દાવો સામે આવ્યો છે. કૌભાંડીઓ પરીક્ષા પહેલા સક્રિય થયા છે. પૈસા આપો અને NEETમાં ઊંચું મેરિટ મેળવોનો દાવો સામે આવ્યો છે. આ કૌભાંડ દેશવ્યાપી હોવાની આશંકાથી ખળભળાટ મચ્યો છે. એક્સપર્ટનું માનવું છે કે, દેશભરમાં એજન્ટ ફેલાયેલા હોઈ શકે છે. 75 લાખથી 1 કરોડમાં માર્કસ આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. 650+માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. જ્યારે ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે.
રાજકોટના વાલીને વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા હતા. હોટલમાં કરેલી ડીલની વિગતો મળી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી નેટવર્ક ફેલાયેલું છે. NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરેંટી અપાઈ છે.
જે વિદ્યાર્થીઓ મહેનત કરીને આગળ આવવા માગતા હોય તેમને સૌથી મોટો નુકસાન છે. કારણ કે, વાલીઓ સાથે ડિલ થઈ હોવાની જાણકારી છે. પૈસા આપી વધુ માર્ક્સ મેળવો, તે પ્રકારનું કારસ્તાન એજન્ટો ચલાવી રહ્યા હોવાની જાણકારી છે.
(4:25 PM IST)










