<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

મેડિકલ અભ્યાસના પ્રવેશ માટે રાજકોટના 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાવી અજમાવશે: 13 કેન્દ્રો પર આયોજન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

NEETની આ પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે

રાજકોટ: મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહત્ત્વની એવી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષા આજે રાજકોટ શહેરમાં યોજાશે. શહેરના જુદા જુદા 13 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ વર્ષે રાજકોટમાં NEETની પરીક્ષા આપવા માટે કુલ 6337 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને બપોરે 1.30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં. 

NEETની આ પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉમેદવારોને પરીક્ષાના નિયમોનું પાલન કરવા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા માટે અપીલ કરવામાં આવી છે.

(1:08 PM IST)