<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

રીબડાના અમિત ખૂંટનાં મૃતદેહ પાસેથી ચીઠ્ઠી મળીઃ આ મારા ઘરના નંબર છે કોઇને હેરાન ન કરતા...

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૫: રીબડામાં દુષ્‍કર્મની ફરીયાદ બાદ મળતક અમિત ખૂંટ લોધિકા રોડ પર આવેલ પોતાની વાડીએ નાલામાં  લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો લીમડાના ઝાડ પર પ્‍લાસ્‍ટિકની બે થેલીઓ લટકતી જોવા મળી છે FSL ટીમના અધિકારી ઘટના સ્‍થળે પોહચ્‍યા હતા મળતકના મળતદેહને નીચે ઉતારવામાં આવ્‍યો હતો ઝાડના થડ પાસે મળતકના ચપ્‍પલ જોવા મળ્‍યા છે ગોંડલ તાલુકા ઇન્‍ચાર્જ PI એ.સી.ડામોર, LCB સહિત પોલિસ સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી છે.

મળતકના મળતદેહને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્‍યો હતો લીમડાના ઝાડ પરથી બે કોથળી જોવા મળી હતી જે ચેક કરતા તેમાંથી એક સાલ, વેફર, બિસ્‍કીટ અને ફાકી મળી આવેલા હતા.

જેમાં એક કાગળ મળી આવેલ હતો જેમાં આ મારા ઘરના નંબર છે આને કોઈ હેરાનનો કરતા ૮૯૮૦૩ ૬૫૬૩૧, ઉમેશકાકા ૯૯૧૩૫ ૩૩૨૩૫, મિતેશભાઈ ૯૭૧૨૯ ૯૦૧૯૦ લેખેલુ મળી આવેલ હતું.(૨૩.૧૦)

(3:31 PM IST)