તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Monday, 5th May 2025
બુધવારે સાંજે પ્રિ-મોન્સુન તૈયારી અંગે કલેકટરે બેઠક બોલાવી

રાજકોટઃ રાજકોટ કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૦૭ના સાંજે ૪ કલાકે પ્રિ-મોન્સુનની તૈયારી અંગેની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આગામી વર્ષાઋતુ દરમ્યાન રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાના સમયે પુર, અતિવૃષ્ટિ, વાવાઝોડુ અને અન્ય સંભવિત આપત્તિની પરિસ્થિતિના સમયે તાત્કાલિક તકેદારીના પગલાં લઇ રાહત બચાવની કામગીરી સત્વરે હાથ ધરી શકાય તે માટે આગોતરી તૈયારી અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે. જેમાં સંબંધિત વિભાગોએ તેમની કક્ષાએથી તૈયાર કરેલ એકશન પ્લાન સાથે રાખી પોતાને લગત કાર્યક્ષેત્રની અદ્યતન વિગતો સાથે હાજર રહેવા નિવાસી અધિક કલેકટર એ.કે. ગૌતમની યાદીમાં ઉમેરયું છે
(3:59 PM IST)










