News of Monday, 5th May 2025
‘આરોગ્ય રથ' રાજકોટમાં: રેડક્રોસ સોસાયટી દ્વારા સ્વાગત
૮મી એ ‘‘વિશ્વ રેડક્રોસ દિવસ'':આ વર્ષનું સુત્ર ‘માનવતાના પક્ષમાં'

રાજકોટઃ રેડક્રોસ સોસાયટી દ્વારા તા.૮ મે ‘‘વિશ્વ રેડક્રોસ દિવસ'' તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડક્રોસ સંસ્થાના સ્થાપક જીન હેનરી ડુેનાન્ટનો જન્મદિવસ છે. જે આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. રેડક્રોસ દ્વારા દર વર્ષે એક સુત્ર આપવામાં આવે છે. જેમાં આ વર્ષનું સુત્ર ‘માનવતાના પક્ષમાં' છે.
આ અનુસંધાને રેડક્રોસ ગુજરાત રાજય શાખા દ્વારા એક ‘આરોગ્ય રથ' સમગ્ર ગુજરાતમાં ફરીને લોકોને રેડક્રોસની આરોગ્ય વિષયક, સેવાકીય તથા આપાતકાલીન પ્રવૃતિઓથી માહીતગાર કરે છે. આ રથ રેડક્રોસ રાજકોટ મુકામે આવેલ અને રેડક્રોસના ચેરમેન ડો.દિપકભાઇ નારોલા અને વાઇસ ચેરમેન ડો.એ.આર.ભપલ દ્વારા આ આરોગ્ય રથનું સ્વાગત કરવામાં આવેલ. આ આરોગ્ય રથને રાજકોટના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવેલ હતો અને રેડક્રોસની વિવિધ પ્રવૃતિઓથી લોકો વાકેફ થાય તે માટે પેમ્પલેટ વહેચવામાં આવ્યા હતાં. રાજકોટ થી આ રથ ધોરાજી તથા જામનગર જવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
(2:42 PM IST)










