તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Monday, 5th May 2025
ડો.વંદનાબેન મહેતાના ધનવંતરી નેચરોપેથી ક્લિનિકનો પ્રારંભ

રાજકોટ : ડો. વંદનાબેન મહેતાના ધનવંતરી નેચરોપેથી ક્લિનીકનું રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભ ઉદ્દઘાટન કરાયુ હતુ. આ પ્રસંગે સ્વામીશ્રી મેઘજાનંદજી (રામકૃષ્ણ આશ્રમ રાજકોટ) અને પૂ. અનિકેત સ્વામી (ઇસ્કોન મંદિર રાજકોટ) તેમજ જૈન સાધ્વી પૂ. સંગીતાબાઇ મહાસતીજીએ ઉપસ્થિત રહી આશીર્વચનો આપ્યા હતા. આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ અધ્યક્ષ માધવનભાઇ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, વિજયભાઇ કારીયા, ભાજપ અગ્રણી મયુરભાઇ શાહ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂજા હોબી સેન્ટરના શ્રીમતી પુષ્પાબેન રાઠોડ, ગાર્ગી સ્કુલના શ્રીમતી રમાબેન હેરભા તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધનવંતરી નેચરોપેથી ક્લિનિકમાં અસાધ્ય રોગોની સારવાર કરાશે. લીવર, કિડની, マદયના રોગોને કલીંઝિંગ થેરાપી દ્વારા રોગમુકત કરાશે. કોઇપણ જાતની સાઇડ ઇફેકટ ન આવે તે રીતે કુદરતી ઉપચાર કરાશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે. ડો. વંદનાબેન મહેતા (મો.૭૦૪૧૬ ૧૩૪૯૪, મો.૯૪૨૮૨ ૫૧૪૨૭)એ વર્ષોથી મેળવેલ અનુભવનો લાભ હવે ધનવંતરી નેચરોપથી ક્લિનિકમાં મળશે.
(2:51 PM IST)










