News of Monday, 5th May 2025
પાણીજન્ય રોગચાળો વકર્યોઃ કમળાના ૭-ઝાડા-ઉલ્ટીના ૧૬૭ કેસ નોંધાયા
હીટવેવમાં મચ્છરજન્ય રોગ ગાયબ! ર૪૦૩૭ ઘરોમાં પોરાનાશક કામગીરીનો મનપા તંત્રનો દાવોઃ ૨૬૭ ને નોટીસ

રાજકોટ તા.પઃ શહેરમાં શરદી,તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૧૩૭ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો એક પણ કેસ નોંધાયો નથી.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગચાળો વધ્યો હતો. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૮ એપ્રિલ થી તા.૪ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ નહીં
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ , ચિકનગુનીયા તથા મેલેરીયાના કેસ નોંધાયા નથી.
શરદી-તાવના
૧૧૩૭ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૯૦ તેમજ સામાન્ય તાવના ૫૭૧ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૬૭ કુલ ૧૧૩૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૩,૬૧૪ તેમજ સામાન્ય તાવના ૧૨,૭૨૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૦૮૨ તથા ટાઇફોડનો ૩૯ તેમજ કમળાના ૩૭ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ
૨૬૭ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૪,૦૩૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૪૨૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૬૮ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૬૭ લોકોને નોટીસ પાઠવી હતી. (૬.૧૫)
(3:30 PM IST)










