News of Monday, 5th May 2025
દુષ્કર્મ અનુની ચાલ છે... છોકરીને મોકલી અમીતને ફસાવ્યો... કુદરત તેને સજા આપશે
અમીત ખુંટના આપઘાત પાછળ કોનો ત્રાસ? સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયોમાં રીબડાના ગોવિંદભાઇ સગપરીયાનો સણસણતો આરોપ

ગોંડલ, તા.,૫ : ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂટના આપઘાતથી રાજકારણ ગરમાયુ છે. આ અંગે સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયામાં રીબડાના ગોવિંદભાઈ સગપરીયાએ રીબડાના અનિરુદ્ધસિંહના ત્રાસથી અમિત ખૂટે આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
રીબડાના ગોવિંદભાઇ સગપરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમિત ખુંટની વાડી મારા શેઢામાં છે. અમિત ખુંટને પુરો કરવા માટે આખો પ્લાન ઘડાયો છે. ઘણા સમયથી તેઓ તેની પાછળ પડયા હતા. અમિતને વાડી, ડ્રગ્સ, ઘણા કેસમાં તેની સામે કાવત્રા ઘડવામાં આવ્યા હતા. અનિરૂધ્ધસિંહ સહિતનાનો આજુબાજુના ગામોમાં પણ ત્રાસ છે. તેમણે જ ભેગા રહીને આપઘાત કરાવ્યો છે. તેના આજ ધંધા છે.
દુષ્કર્મ કેસમાં પણ તેને ફસાવાયો છે. આ અનુની જ ચાલ છે. છોકરીઓ તેમણે જ મોકલી હતી. તેમને કુદરત સજા આપશે તેમ રીબડાના ગોવિંદભાઇ સગપરીયાએ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયોમાં જણાવ્યું છે. (૪.૨૭)
(3:32 PM IST)










