<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

એસઓજીએ ઇમરાન બેલીમને ગાંજા સાથે દબોચ્‍યોઃ પગેરૂ સુરત તરફ

૧૫૦ રીંગ રોડ સાગર ચોકના ક્‍વાર્ટરમાં ફિરોઝભાઇ, કિશોરભાઇ, અમિતભાઇની બાતમી પરથી ટીમ ત્રાટકીઃ ડોગ ‘શેરા'એ કોઠી પાસે જઇ ભસવાનું ચાલુ કર્યુ અને ગાંજો મળ્‍યો

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી ૧૫૦ રીંગ રોડ સાગર ચોક નજીક આરએમસી ક્‍વાર્ટર નં. ૧૩/૧૪૧૬માં રહેતં ઇમરાન ઇકબાલભાઇ બેલીમ (ઉ.વ.૩૨) નામના રિક્ષાચાલકને રૂા. ૨૩૧૪૦ના ૨.૩૪૧ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો છે. જો કે આ વખતે ગાંજો શોધવામાં રાજકોટ શહેર પોલીસના શ્વાન ‘શેરા'એ પણ કામગીરી કરી હતી. એએસઆઇ ફિરોઝભાઇ શેખ, કોન્‍સ. કિશોરભાઇ ઘુઘલ અને અમિતભાઇ ટુંડીયાને બાતમી મળતાં ટીમ ઇમરાનના ઘર સુધી પહોંચી ગઇ હતી. પરંતુ ઘરમાંથી ગાંજો ન મળતાં ડોગ સ્‍કવોડના શેરાને બોલાવવામાં આવ્‍યો હતો. માદક પદાર્થ શોધવાની ખાસ તાલિમ ધરાવતાં શેરાએ ઘરમાં અનાજની કોઠી પાસે જઇ ભસવાનું ચાલુ કરતાં તે ખોલીને જોતાં ગાંજો મળ્‍યો હતો.

એસઓજીએ  એફએસએલ અધિકારી ઉપાધ્‍યાય પાસે પ્રાથમિક ખરાઇ કરાવી ઇમરાનની ધરપકડ કરી હતી. ઇમરાને પોતે સુરત તરફથી આ ગાંજો લાવ્‍યાનું રટણ કર્યુ હતું. આગળની તપાસ તાલુકા પોલીસ કરશે. પોલીસ કમિશરનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી,  પીએસઆઇ એમ. બી. ધાસુરા, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. મોૈલિકભાઇ સાવલીયા,  કોન્‍સ કિશોરભાઇ ધુધલ, રવિભાઇ ધગલ, અમિતભાઇ ટુંડીયા તથા મહિલા કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા. કોન્‍સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:45 PM IST)