<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

મુંબઇથી રાજકોટ આવતી ટ્રેનમાં ૮૪ વર્ષના કિશોરભાઇ રાયજાદા (રઘુવંશી) અચાનક ગુમ

વાપી રેલ્‍વે સ્‍ટેશનથી ટ્રેનમાં બેઠા હતાં, તેમણે લાલ કલરનો કુર્તો પહેર્યો છે

રાજકોટઃ મુંબઇથી રાજકોટ આવતી ટ્રેન નં.રર૯૦૭, કોચ એસ-૬, સીટ નંબર પરના મુસાફર કિશોરચંદ્ર રાયજાદા (રઘુવંશી) અચાનક ગુમ થયેલ છે. જેઓ વાપી સ્‍ટેશનથી ટ્રેનમાં બેઠા હતાં. હજુ સુધી રાજકોટ પહોચ્‍યા નથી. લાલ કલરનો કુરતો પહેરેલ છે. આ મામલે વાપી રેલ્‍વે પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરીયાદમાં જણાવ્‍યું છે કે નિતીનભાઇ સ/ઓ નરેન્‍દ્રભાઇ જાતે ઠકકર, ઉ.વ.૪૮ ધંધો વેપાર, રહે.ર૦ર શ્રેયા એપાર્ટમેન્‍ટ, બાલાજી ટાવરની પાસે, કુંભારવાડ, વાપી, તા.વાપી, જી.વલસાડ મો.૯૩૭૬૯ ૬૪૪પપ.

ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે અમારા સસરા નામે કિશોરભાઇ સ/ઓ વનરાવનદાસ જાતે રાયજાદા (ઠકકર) (ઉ.વ.૮પ આશરે) રહે.૩ મીલપરા મેઇન રોડ, કેનાલ રોડ, રાજકોટ બસ સ્‍ટેન્‍ડની પાસે, ના.જી.રાજકોટ વાળાનાઓ ગઇ તા.૧/પ ના રોજ રાજકોટથી વાપી અમારા ઘરે જનોઇનો પ્રસંગ હોય જેથી આવેલ હતા અને તેઓનું રાજકોટ જવાનું તા.ર/પના રાત્રીના સમયે ટ્રેનનં.રર૯૦૭ હાપા-મડગાવ એકસ.ટ્રેનમાં તેઓનું કુલ ૬ લોકોનું રીઝર્વેશન કરાવેલ પરંતુ ૩ લોકોનું ટીકીટ કન્‍ફર્મ થતા તેમના મોટા જમાઇ મનોજભાઇ કોટક તેમજ હેમાંગી પરેશભાઇ કોટક જેઓ ત્રણેય રાત્રે અમારા ઘરેથી ક.રર/૩૦ વાગે નીકળેલ હતા અને તેઓ વાપી રેલ્‍વે સ્‍ટેશનથી ક.ર૩/૦૦ વાગે ઉપરોકત ટ્રેનમાં કોચનં.એસ-૬, સીટનં.પર તેમજ એસ-પ સીટનં.૭ હોય જેથી મનોજભાઇ કોટક જેઓએ ગુમ થનાર કિશોરભાઇને એસ-૬ ના સીટ નંબર પર ઉપર સુવડાવેલ અને પોતે એસ-પ કોચમાં તેમની ૭ નંબરની સીટ પર જઇને સુઇ ગયેલ હતાં. જેઓ અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશન પસાર થયા બાદ મનોજભાઇ એસ-૬ સીટનં.પર ઉપર ગયેલ તે વખતે કીશોરભાઇ સીટ ઉપર જણાયેલ નહીં અને તેઓએ કોચમાં કિશોરભાઇની શોધખોળ કરેલ પરંતુ મળી આવેલ નહી અને તેઓએ ૧૩૯ નંબર ઉપર વિરમગામ રેલ્‍વે સ્‍ટેશન આવતા મેસેજ કરેલ પરંતુ ટ્રેન હાપા રેલ્‍વે સ્‍ટેશન પહોંચે ત્‍યાં સુધી કીશોરભાઇ રાયજાદાની કોઇ ભાળ મળેલ નહીં. જેથી તેઓ વાપી થી અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે ગુમ થયેલાની જાણવાજોગ દાખલ કરી તપાસ કરવા નમ્ર વિનંતી છે. તા.૪/પ/ર૦રપ.

 ગુમ થનારનું નામઃ કિશોરભાઇ સ/ઓ વનરાવનદાસ જાતે રાયજાદા(ઠકકર) ઉ.વ.૮પ આશરે, રહે. ૩ મીલપરા મેઇનરોડ, કેનાલ રોડ, રાજકોટ બસ સ્‍ટેન્‍ડની પાસે, તા.જી.રાજકોટ.

ગુમ થનારનું વર્ણનઃ શરીરે મધ્‍યમ બાંધાના, રંગે ઘઉવર્ણ, ઉંચાઇ પ.પ જેને કાનમાં સાંભળવાનું મશીન લગાવેલ તેમજ નંબરવાળા ચશ્‍મા પહેરેલ છે. નિશાનીઃકપાળની ડાબી બાજુ કાળુ ચાઠુ પડેલ છે.

કપડાની વિગતઃ શરીરે મરૂન કલરનો ઝભ્‍ભો પહેરેલ છે તેમજ સફેદ કલરનો પાયજામો તેમજ પગમાં કાળા બુટ પહેરેલ છે.

આ વ્‍યકિત અંગે કોઇને જાણકારી મળે તો પરેશભાઇ રાયજાદા (રઘુવંશી) મો.૯૯ર૪૦ ૯ર૬૭૮/ ૭૦૪૬૮ ૮ર૯૭૯નો સંપર્ક કરવો.

(3:46 PM IST)