તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
આચાર્ય વ્રજલાલના આત્મ સાક્ષાત્કાર દિન નિમિતે આજે સાંજે વિશેષ સત્સંગ
દર રવિવારે સાંજે પારસ સોસાયટીમાં જ્ઞાન લાભ

રાજકોટઃ મનુષ્ય દેહનો સમય વીજળીના ચમકારા જેટલો છે, અને કઈ ગતિવિધિ આત્મ-સાક્ષાત્કારની નજીક લઈ જાય છે તે વિષેની મનુષ્યની અજ્ઞાનતા, તેને આંધળા દ્વારા દોરી જવાતા અન્ય આંધળાઓની સ્થિતિમાં મૂકી દે છે. આ સ્થિતિમાં સાધકને યથાર્થ આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહે તે હેતુથી, કેવળ મોક્ષને જ વિષય બનાવતો સત્સંગ શ્રોત્રિય તેમજ બ્રહ્મનિષ્ઠ શ્રી આચાર્ય વૃજલાલ દ્વારા દર રવિવારે સાંજે ૫.૦૦ થી ૬.૦૦ ‘‘મંદિર'' ૩૬-બી, પારસ સોસાયટી શેરી નંબર-૧, નિર્મલા કોન્વેંન્ટ સ્કુલ ની સામે, રાજકોટ ખાતે રાખવામાં આવે છે, તેમાં સામેલ થવા સૌ સહસ્નેહ આમંત્રિત છે. તેમનો આત્મ-સાક્ષાત્કાર દિન આજે હોય, તે નિમિત્તેનો સત્સંગ તારીખ ૬ના રોજ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે, વધુ વિગતો માટે શ્રી પ્રવીણભાઈ દુધાત્રા નો ફોન નંબર ૯૪૨૭૪૩૬૮૦૦ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. જેઓ રૂબરૂ હાજર ન રહી શકે તેઓ લીંક પર ગુગલ મીટ પર જોડાઈને લાભ લઈ શકશે.
(1:43 PM IST)










