News of Tuesday, 6th May 2025
મોચીબજાર જુની કોર્ટ પાસે ‘‘ગોકુલ કોમ્પ્લેક્ષ''નો દબદબો આજે પણ યથાવત!!
ઘંટેશ્વર પાસે કરોડોના ખર્ચે નવી કોર્ટ બનવા છતાં ‘‘જુનુ તેટલું સોનું'' કહેવત મુજબ ગોકુલ કોમ્પ.માં કોમ્પ્યુટર ટાઇપીંગ, ઇસ્ટેમ્પ પેપર, નોટરી સોગંદનામા, ભાડા કરાર, ઝેરોક્ષ, પાસપોર્ટ ફોટા લેમીનેશન સહિત અનેક કામગીરી એક જ સ્થળે થઇ શકે છે : નવી કોર્ટ દૂર પડતી હોય પરચુરણ કામ માટે લોકો મોચીબજાર જુની કોર્ટે જ આવે છે ઘંટેશ્વર નવી કોર્ટ ચાલુ થાય મોચીબજારનું ગોકુલ કોમ્પ. ખાસી થઇ જશે તેવો ભય આખરે ખોટો ઠર્યો !! નવા કોર્ટ સંકુલ પાસે પરચુરણ કામ માટે જોઇએ તેવી સુવિધા નથી

રાજકોટઃ મોચીબજાર ગોકુલ કોમ્પલેક્ષમાં પરચુરણ ટાઇપ વર્ક, ઇ સ્ટેમ્પીંગ અથવા નોટરીના કામકાજ અર્થે આવેલા લોકો નજરે પડે છે.
રાજકોટઃ આજથી એકાદ વર્ષ પહેલા ઘંટેશ્વર પાસે નવી કોર્ટ ચાલુ થઇ જતા અંહિની મોચી બજાર પાસેની જુની કોર્ટનો વિસ્તાર તેમજ મોચી બજાર કોર્ટ સામે આવેલ ગોકુલ કોમ્પ.ની ઓફિસો ખાલી થઇ જશે ઓફિસ મફતના ભાવે મળશે પણ કોઇ લેવા નહિ મળે ગોકુલ કોમ્પ.ની ઓફિસો બંધ થઇ જતા કોમ્પલેક્ષ ખંઢેર બની જશે અને મોચી બજાર વિસ્તાર સાવ સુમસામ થઇ જશે. આવી અનેક પ્રકારની માંન્યતાઓ ઉપર પાણીઢોળ થઇ ગયેલ છે અને પહેલાની જેમ જ આજે જુની કોર્ટ પાસે ગોકુલ કોમ્પલેક્ષમાં તમામ પ્રકારની લોકોની જરૂરીયાત મુજબની કામગીરી ફટાફટ થઇ જાય છે અને ગોકુળ કોમ્પલેક્ષનો દબદબો આજ પણ યથાવત રહયો છે.
મોચીબજાર ગોકુલ કોમ્પલેક્ષ શહેરની મધ્યમાં હોય અને સરકારી કચેરીમાં જરૂરી આધાર પુરાવા-ડોકયુમેન્ટ રજુ કરવા માટે જરૂરી પરચુરણ કામગીરી અહિ જ ફાટફટ થઇ જતી હોય દરરોજ સેંકડો લોકો પરચુરણ કામ માટે આજે પણ મોચીબજાર જૂની કોર્ટ પાસે જ આવે છે.
ગોકુલ કોમ્પ.માં અનેક પ્રકારની કામગીરી ફટાફટ થઇ જાય છે
ગોકુલ કોમ્પલેક્ષમાં સરેરાશ ૪૦ આસપાસ ઓફિસોમાં જુનીયર-સીનીયર એડવોકેટ નોટરી કોમ્પ્યુટર જોબવર્ક-ઇસ્ટેપીંગ તેમજ પાસપોર્ટ ફોટા- સ્ટેશનરી જેવી તમામ સુવિધા મળતી હોય અહિ સવારે ૧૧ થી મોડી સાંજ સુધી લોકોનો જમાવડો રહે છે. અહિ દુર-દુરથી લોકો નોટરી સોગંદનામા ઇસ્ટેમ્પ પેપર-મોર્ગેજ દસ્તાવેજ,નામ ચેન્જના સોગંદનામા ભાડાકરાર, કે પછી સરકારી કચેરીમાં વહિવટી કામગીરી માટે રજુ કરવા પડતા નોટરી સોગંદનામા જેવી અનેક પરચુરણ કામગીરી અહિ ફટાફટ થઇ જતી હોય આજે પણ લોકો અહિ જ આવે છે.
એડવોકેટ સહીત ર૦૦ થી વધુ લોકોરોજગારી મેળવે છે
ઘણા જુનીયર એડવોકેટ અથવા સીનીયર એડવોકેટ કે જેમની પાસે કોર્ટ કેસ વધુ ન હોય અથવા લડતા જ ન હોય અને કોર્ટને લગત પરચુરણ કામ કાજ કરતા હોય તે એડવોકેટ તેમજ નોટરી એડવોકેટ ઝેરોક્ષ દુકાનદારો, ઇ-સ્ટેમ્પનું કામ કરનાર, કોમ્પ્યુટર જોબ કે ગુજરાતી અંગ્રેજી ટાઇપ કામ પાસપોર્ટ ફોટા લેમીનેશન આધારકાર્ડ પાનકાર્ડની પ્રિન્ટ કાઢવી સ્ટેશનરી સહીત અનેક આવી કામગીરી સાથે જોડાયેલા ર૦૦ થી વધુ લોકો રોજગારી મેળવે છે.
ગોકુલ કોમ્પમાં આવેલ નોટરી એડવોકેટ અને કોમ્પ્યુટર જોબવર્કની કામગીરી સવારથી સાંજ સુધી ધમધમતી રહે છે.
ગોકુલ કોમ્પલેક્ષ સુમસામ થઇ જશે તેવો ભય ખોટો ઠર્યો
ઘંટેશ્વર કોર્ટ ચાલુ થતા અહી ગોકુલ કેમ્પમાં ઓફીસ ધરાવતા અનેક એડવોકેટો અને ઝેરોક્ષ સ્ટેશનરી કે પછી કોમ્પ્યુર જોબવર્ક કરનાર તમામ લોકો અહીથી ઓફીસ ખાલી કરી નવી કોર્ટ સામે નવી કોમ્પલેક્ષમાં ઓફીસ લઇને શીફટ થઇ જશે અને ગોકુલ કોમ્પલેક્ષ ખાલી થઇ જશે તેવું એક સમયે લાગતુ હતું.
ખરેખર એડવોકેટે પક્ષકારોમાં એવી ભય હતો કે હવે ગોકુલ કોમ્પ. ખંઢેર બની જશે સુમસામ થઇ જશે. ગોકુલ કોમ્પ.ની ઓફિસોના કોઇ ખરીદનાર નહી મળે આવી તમામ માન્યતાઓ અને ભય ખોટો કર્યો છે. અને નવી કોર્ટ ભલે ઘંટેશ્વર શીફટ થઇ પરંતુ ગોકુલ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસોમાં કોર્ટ તેમજ સરકારી કામકાજ માટે જરૂરી કાયદાકીય ડોકયુમેન્ટ લખાણ રજુ કરવાની હોય તે માટેના પરચુરણ કામગીરી આજે પણ ગોકુલ કોમ્પ્લેક્ષમાં ધમધમી રહી છે અને ગોકુલ કોમ્પલેક્ષનો દબદબો આજે પણ પહેલા જેવોજ રહયો છે.(૨.૨૦)ગોકુલ કોમ્પ. ની પ૦ થી વધુ ઓફિસોમાં વિવિધ કામગીરીનો ધમધમાટ સવારથી સાંજ સુધી રહે છે
મોચી બજાર જૂની કોર્ટ સામે આવેલ ગોકુલ કોમ્પ.ની પ૦થી વધુ ઓફીસોમાં સવારે ૧૧ વાગ્યાથી સાંજના લગભગ ૭ વાગ્યા સુધી નોન જયુડીશ્યલ વર્કની કામગીરીનો ધમધમાટ ચાલતો હોય છે.
અનેક લોકો ભાડા કરાર કરાવવા, લગ્નના, છૂટાછેડાના કરાર, નોટરી સોગંદનામા, ઝેરોક્ષ ઇસ્ટેમ્પીંગ, પાસપોર્ટ ફોટા તેમજ કોમ્પ્યુટર જોબ વર્ક માટે લાઇટ બીલ, મકાન વેરા માટે નામ ટ્રાન્સફરમા સોગંદનામા, મોર્ગેજ-દસ્તાવેજ, ભાગીદારી દસ્તાવેજ, ગીફટ ડીડ, લેમીનેશન વર્ક જેવા અનેક નોન જયુડીશ્યલ વર્ક માટે અહીં જ આવતા હોય છે.
અહીં અનેક પ્રકારની કામગીરી બહુ જ ટૂંક સમયમાં થઇ જતી હોય અને મોચી બજાર શહેર વચ્ચો વચ્ચે હોય અનેક લોકોને સરકારી કચેરીઓ માટે જરૂરી કામગીરી કરાવવા માટે અહીં જ આવવું વધુ અનુકુળ પડે છે. દરરોજ સરેરાશ ૧પ૦૦ જેટલા લોકો વિવિધ કામ માટે અહી આવતા હોય છે.
(2:34 PM IST)










