<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

લોહાણા મહાજન વાડી ખાતે થેલેસેમીયા ડે કેર સેન્‍ટરનું ગુરૂવારે લોકાર્પણઃ નિઃશુલ્‍ક સેવાઓ

સદ્‌ગુરૂ લોક કલ્‍યાણ ફાઉન્‍ડેશન દ્વારા : સમાજના નામાંકિત અગ્રણીઓ સિનિયર એડવોકેટ યોગેશભાઈ લાખાણી, મૌલેશભાઈ ઉકાણી, મુકેશભાઈ શેઠ, પ્રભુદાસભાઈ પારેખ, મનિષભાઈ માદેકા, લાભુભાઈ ખીમાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે : સંલગ્ન બ્‍લડ બેંકો તરીકે ફીલ્‍ડ માર્શલ બ્‍લડ બેન્‍ક, લાઈફ બ્‍લડ સેન્‍ટર તથા જીવનદીપ બ્‍લડ બેન્‍ક પોતાની સેવા આપશે :રાજકોટ લોહાણા મહાજન, સંકલ્‍પ ઈન્‍ડિયા ફાઉન્‍ડેશન તથા જલારામ અભ્‍યુદય સદ્‌ ભાવના ટ્રસ્‍ટ, અમદાવાદનો સહયોગ પ્રાપ્ત થશે. : સદ્‌ગુરૂ લોક કલ્‍યાણ ફાઉન્‍ડેશનના ડીરેકટરો રાજુભાઈ પોબારૂ, ડો.નિશાંતભાઈ ચોટાઈ, ડો.જનકભાઈ ઠક્કર, કિશોરભાઈ કોટક, ઉમેશભાઈ નંદાણી, હિરેનભાઈ ખખ્‍ખર, પ્રદિપભાઈ જોબનપુત્રા, જીતુભાઈ કોટેચા વગેરે દ્વારા ઉત્‍કૃષ્‍ટ સામાજીક-સેવાકીય કાર્ય તા.૮ મે, ૨૦૨૫ ગુરૂવારના રોજ ‘વિશ્‍વ થેલેસેમીયા દિવસ' હોય, થેલેસેમીયા નાબૂદીના સંકલ્‍પ સાથે ‘‘થેલેસેમીયા ડે કેર સેન્‍ટર''નું લોકાર્પણ : તમામ જ્ઞાતિના થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોને નિઃશુલ્‍ક બ્‍લડ ચઢાવાશેઃ અદ્યતન સુવિધાઓ સાથે થેલેસેમયાનું નિદાન, લેબોરેટરી ટેસ્‍ટીંગ, દવાઓ અને જરૂર પડયે બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પણ નિઃશુલ્‍ક થશે : ૨૦ બેડની સુવિધા સાથે ૨૦૦ બાળકોની સારવાર વ્‍યવસ્‍થા માટે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉભું કરાયું: દર્દી સાથે રહેલ સગા-વ્‍હાલાઓ માટે પણ નાસ્‍તા-ભોજનની વ્‍યવસ્‍થાઃ નાના બાળકો માટે પ્‍લે એરીયા તથા ટીડ્રીએશન એરીયા ઉપલબ્‍ધ

 

રાજકોટ,તા.૦૬: થેલેસેમીયા એક વારસાગત ગંભીર બિમારી છે અને આજે સમાજનો એક જટીલ પ્રશ્ન છે. તેની સામે લડત આપી સમગ્ર વિશ્‍વને થેલેસેમીયા મુક્‍ત કરવાના અભિયાનરૂપે સામાજીક-સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર સદ્‌ગુરૂ લોક કલ્‍યાણ ફાઉન્‍ડેશન રાજકોટ ખાતે થેલેસેમીયા ડે કેર સેન્‍ટરનો ફુલફલેજડ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેનું લોકાર્પણ ગુરૂવારે કરવામાં આવનાર છે. થેલેસેમીયા ડે કેર સેન્‍ટરમાં તમામ સેવાઓ નિઃશુલ્‍ક રહેશે.

તા.૮ મે, ૨૦૨૫ ગુરૂવારના રોજ ‘વિશ્‍વ થેલેસેમીયા નાબૂદીના સંકલ્‍પ સાથે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્‍યા સુધી લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે. જેમાં સમાજના નામાંકીત અગ્રણીઓ સિનિયર એડવોકેટ શ્રી યોગેશભાઈ લાખાણી(જલારામ અભ્‍યુદય સદ્‌ભાવના, ટ્રસ્‍ટ-અમદાવાદ), શ્રી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ), શ્રી મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્‍ડર્સ), શ્રી પ્રભુદાસભાઈ પારેખ (શિલ્‍પા જવેલર્સ), શ્રી મનિષભાઈ માદેકા (રોલેક્ષ રીંગ્‍સ), શ્રી લાભુભાઈ ખીમાણીયા (પી.ડી.માલવીયા કોલેજ) સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોને સમયાંતરે બ્‍લડ ચઢાવવું પડતું હોય છે. ત્‍યારે આ થેલેસેમીયા ડે કેર સેન્‍ટરમાં તમામ જ્ઞાતિના થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોને નિઃશુલ્‍ક બ્‍લડ ચઢાવવામાં આવશે. ઉપરાંત અદ્યતન સુવિધાઓ સાથે થેલેસેમીયાનું નિદાન, લેબોરેટરી ટેસ્‍ટીંગ, દવાઓની સાથે-સાથે જો જરૂર પડશે તો બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પણ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે. તેવું સંસ્‍થાના ડીરેક્‍ટરોએ જણાવ્‍યું હતું.

થેલેસેમીયા ડે કેર સેન્‍ટર ખાતે ૨૦ બેડની સુવિધા સાથે ૨૦૦ બાળકોની સારવાર-વ્‍યવસ્‍થા માટે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉભું કરવામાં આવ્‍યું છે. તથા દર્દી સાથે રહેલ સગા-વ્‍હાલાઓ માટે પણ નાસ્‍તા-ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. ઉપરાંત નાના બાળકો માટે પ્‍લે એરીયા તથા રીક્રીએશન એરીયા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યો છે. સંલગ્ન બલ્‍ડ બેન્‍ક, લાઈફ બલ્‍ડ સેન્‍ટર તથા જીવનદીપ બ્‍લડ બેન્‍ક પોતાની અનન્‍ય સેવા આપશે તેવું સંસ્‍થાના ડીરેક્‍ટરોએ જણાવ્‍યું હતું.

રાજકોટ લોહાણા મહાજન, સંકલ્‍પ ઈન્‍ડિયા ફાઉન્‍ડેશન, બેંગ્‍લોર તથા જલારામ અજ્‍યુદય સદ્‌ભાવના ટ્રસ્‍ટ, અમદાવાદનો સહયોગ પ્રાપ્‍ત થઈ રહ્યો છે.

ઉત્‍કૃષ્‍ટ સામાજીક-સેવાકીય કાર્ય કરતા સદ્‌ગુરૂ લોક કલ્‍યાણ, ફાઉન્‍ડેશનના ડીરેક્‍ટરો શ્રી રાજુભાઈ પોબારૂ, ડો.નિશાંતભાઈ ચોટાઈ, ડો.જનકભાઈ ઠક્કર, કિશોરભાઈ કોટક, ઉમેશભાઈ નંદાણી, હિરેનભાઈ ખખ્‍ખર, પ્રદિપભાઈ જોબનપુત્રા, જીતુભાઈ કોટેચા વગેરેએ થેલેસેમીયા ડે કેર સેન્‍ટરના લોકાર્પણ સમારોહમાં પધારવા આમંત્રણ પાઠવ્‍યું છે

(2:45 PM IST)