News of Tuesday, 6th May 2025
ભગવતીપરા વિસ્તારમાં ફૂડ શાખાનો સપાટોઃ 3 સ્થળેથી અધધ ર1 કિલો ચીજોનો નાશ
મનપા દ્વારા ડ્રીંકીંગ વોટર બોટલના 4 નમુના લેવાયા : ગોશીયા કેટરર્સ, કાદરી રેસ્ટોરન્ટ તથા કેજીએન રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય નોનવેજ પ્રિપેડફૂડ, દાઝીયુ તેલ, એકસપાયર્ડ બેકરી પ્રોડકટ પકડાઇ

રાજકોટ, તા. 6 : મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીના ઉત્પાદશો -વેંચાણ કર્તાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભગવતીપરા વિસ્તારમાંથી ર1 કિલો વાસી અખાદ્ય નોનવેજ ફૂડ, દાઝીયુ તેલ, એકસપાયર્ડ બેકરી પ્રોડકટનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે રાજનગર ચોક વિસ્તારમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી. જયારે 4 પેકેજડ ડ્રીકીંગ વોટર ઉત્પાદકોને ત્યાંથી પાણીની બોટલના નમૂના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભારત પાન સામે, ભગવતીપરા મેઇન રોડ, મુકામે આવેલ ૅગોશિયા કેટરર્સૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ તથા દાઝીયુ તેલ મળી આવતા અંદાજીત કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, મુકામે આવેલ ૅકાદરી રેસ્ટોરેન્ટૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્સ તથા વાસી અખાદ્ય પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજીત કુલ 06 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
જયારે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ મુકામે આવેલ ૅધ્ઞ્ફ કેટરર્સ(ન્યુ બોમ્બે બિરિયાની)ૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોન વેજ પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજીત કુલ 03 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ૅકોલકતા બિરિયાનીૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના માયાણી ચોક -રાજનગર ચોક ચંદ્રેશનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 09 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના મારવાડી પાણીપુરી, પ્રિન્સ શીંગ એન્ડ બેકરી , શ્રીહરિ ભોજનલાય, પટેલ ફાસ્ટફૂડ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, બાલાજી ખમણ, રાધે ડેરી, ગાંધી સોડા શોપ, જલારામ દાળપકવાન, ડીલક્સ દાળપકવાન, બાલાજી સાઉથ ઇન્ડિયનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ડ્રીકીંગ વોટર બોટલના
4 નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ 04 નમૂના લેવામાં આવેલ જેમાં 'BILSHAN' PACKAGED DRINKING WATER (1) LTR. PKD BOTTLE): સ્થળઃ BILSHAN BEVERAGES, 9-સમ્રાટ ઇન્ડ. એરિયા, કનેરિયા ઓઇલ મીલ પાસે, ગોકુલધામ સામે, રાજકોટ.
'BILLKING' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE)Ñ સ્થળCRYTAL BEVERAGES,પરશુરામ ઇન્ડ. એરિયા-1, શેરી નં.01, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે, રાજકોટ.
'CEEKE OZONISED' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE): સ્થળ- KKR TRADING, પ્લોટ Þ_.10, C-1, ભગવતી કોલસા સામે, જય સિયારામ ઇન્ડ. એસ્ટેટ-2, આજી GIDC તથા 'BRISWEL' PACKAGED DRINKING WATER (1 LTR. PKD BOTTLE): સ્થળ- BRISWEL BEVERAGES, પ્લોટ નં.45, મારુતિ ઇન્ડ. એરિયા, ગોંડલ રોડ પાછળ ખાતેથી નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
(4:01 PM IST)










