News of Wednesday, 7th May 2025
વાઇપર વગર દોડતી ખખડધજ એસ.ટી.બસોની મરામત કરાવોઃ મુસાફર હિત રક્ષક સમિતીની માંગ

રાજકોટ તા.૭: ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા ની સંયુક્ત યાદીમાં જણાવે છે કે રાજ્ય સરકારે તાજેતરમાં ૧૦ ટકા ભાડા વધારો કર્યો છતાં મુસાફરોને પુરતી સુવિધા અપાતી નથી.
સમગ્ર રાજ્યમાં ૮૫૫૦ બસો ઓન ધ રોડ ચાલી રહી છે અને તેમાં ૨૮ લાખ મુસાફરો રોજીંદી મુસાફરી કરી રહ્યા છે. તગડા ભાડા વધારવામાં આવ્યા બાદ મુસાફરોને સુવિધા આપવામાં એસ.ટી નું તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. રાજકોટ સહિત અનેક ડેપો ના ડેપો મેનેજરો મુસાફરોને પડતી હાલાકી અંગે બેદરકાર અને લાપરવાહ છે.
જસદણના ડેપો મેનેજરને અગાઉ તૂટેલા કાચ અંગે અને બારી વગરની બસ ચલાવવા અંગે ફરિયાદ કરવા છતાં મુસાફરોની ફરિયાદો -ત્યે લેસ માત્ર દરકાર લેતા નથી. ર્ંએસ.ટી અમારી સલામત સવારી પરંતુ જવાબદારી તમાર્રીં કારણ કે હવામાન ખાતાની અગાઉ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી એટલે કે માવઠાની આગાહી આપી દીધી હતી. ભર ચોમાસુ હોય તે પ્રકારે વરસાદ આવી રહ્યો છે ત્યારે ઓન ધ રોડ ચાલતી તમામ એસ.ટી ની બસોમાં વાઇપર બંધ હાલતમાં છે.
મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા એસ.ટી બસ પોર્ટમાં ચક્કર લગાવતા બસ પોર્ટ ના પ્લેટફોર્મ નંબર ૧૪ પર પડેલી રાત્રે ૮ કલાકે ઉપરથી જસદણ ડેપો ની રાજકોટ ભાડલા રૂટની બસમાં આ પ્રકારની અસુવિધા ભરી અને મુસાફરો માટે મોતની લટકતી તલવાર સમાન બસો ઓન ધ રોડ ચાલી રહી હોય તો તે અંગે જવાબદાર ડેપો મેનેજર અથવા વર્કશોપના ઇજનેરને દંડનીય કાર્યવાહી કરી શોકોઝ છ નોટિસ આપવી જોઈએ.
આ પ્રકારે લોલમલોલ હવે ચલાવી લેવામાં નહીં આવે મુસાફર હિતરક્ષક તરફ સમિતિ દ્વારા રાજ્ય પરના ૨૮ લાખ મુસાફરો માટે હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬ પર રાઉન્ડ ક્લોક એસ.ટી ને લગતી કોઈપણ ફરિયાદ કરવા અનુરોધ કરાયો છે.
(3:01 PM IST)










