News of Wednesday, 7th May 2025
હલકટ પાડોશી પાકિસ્તાન વિશ્વના આતંકવાદીઓનો જન્મ દાતા ને પાલક પિતા છેઃ છેલ્લા બત્રીસ વર્ષના ભારત ઉપરના દર્દનાક ક્રુર આતંકવાદી હુમલાના કહેરનો બ્લેક એકસરે
ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપરના અતિ દર્દનાક હુમલા સને.૧૯૯૩ ના હુમલામાં ૨૫૭ મોતને ૧૪૦૦ ને ઈજા લોકલ ટ્રેનોમાં બોમ્બ બ્લાસ્ટમાં ૧૮૭ મોત ૨૬ નવેમ્બર ૨૦૦૮ નો સૌથી મોટો હુમલો ૬૦ કલાક સુધી મુંબઈના અતિ સમળધ્ધને મહત્વના વિસ્તારો ગોળીબારોથી ધ્રુજેલ ૨૬ વિદેશી નાગરીકો સહીત ૧૬૬ ના મોત થયેલ : ૩ર વર્ષમાં સરહદ ઉપર અને દેશની અંદર નાની મોટી ૫૬૦૦૦ આતંકી ઘટનાઓ બનેલ છે જેમાં ૨૩૦૦૦ થી વધુ આંતકવાદીઓને ઠાર મારેલ છે. આપણા દેશના ૬૪૧૩ વિવિધ ફોર્સના જવાનો શહીદ થયેલ છે ને સાવ નિર્દોષ ૧૪૯૩૦ નાગરીકો મોતને ભેટેલ છે : છેલ્લા ૨૫ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં જ ૧૨૦૩૭ આંતકવાદી હુમલા થયેલ છે જેમાં ૪૯૮૦ નિદોષ નાગરીકોએ જીવ ગુમાવેલ છે. પાકીસ્તાને આતંકવાદીઓને દેશમાં ઘુસાડવા ૧૬ વર્ષમાં ૯૦૧૪ વખત યુધ્ધવિરામ નો ભંગ કરેલ છે જેમાં ૫૯ નાગરીકો અને ૫૬ સેનાના જવાનોને ૪૨ અર્ધ લશ્કરીના જવાનોના મોત થયેલ છે: દેશની પ્રજા કદી ન ભુલી શકે તેવો આંતકી ત્રાસ સને ૨૦૦૧ માં લોકશાહીના મંદિર સમાન સંસદ ઉપર હુમલો, અમદાવાદના સ્વામીનારાયણ મંદિર ઉપર હુમલો, ૧૯૯૯ માં ઈન્ડીયન એરલાઈસન્સના વિમાનનું અપહરણ, દેશની આર્થિક રાજધાની મુંબઈ ઉપર હુમલા, પુલવામાં સુરક્ષા દળના કાફલા ઉપરનો હુમલો


રાજકોટ, તા., ૭: તાજેતરમાં કાશ્મીરના પહેલગાવમાં થયેલા દર્દનાક આતંકી હુમલામાં ભારતના નિર્દોષ પ્રવાસીઓનો ભોગ લેવાયા બાદ આજે ત્રાસવાદને બરોબરનો જવાબ સિંદુર એરસ્ટ્રાઇકના માધ્યમથી અપાયો છે ત્યારે પાડોશી પાકિસ્તાનના હલકટ કારનામાઓ છેલ્લા ૩ર વર્ષથી ભારત ભોગવી રહયો છે. જેનો બ્લેક એકસરે જનજાગૃતી અભિયાન મંચના તખુભા રાઠોડે આપ્યો છે.
સને ૧૯૪૭ માં વિશ્વના નકશામાં ભારતથી અલગ થઈ પાકિસ્તાન નામે સ્થાન મેળવેલ આ પાકિસ્તાને જન્મતાની સાથે જ માત્ર એક મુદાનો કાર્યક્રમ શરૂ કરેલ છે. ભારતને સતત હેરાન પરેશાન અને તંગ કરતું રહેવું આ ઈતિહાસ છે. આર્થિક રીતે અતિ કંગાળ બની ગયેલ છે તેની પ્રજા અનેક પ્રશ્ને ખાસ કરી મોંધવારીના મુદે ખુબ જ હેરાન પરેશાન છે. એક મહત્વનો પ્રદેશ બ્લુચિસ્તાન અલગ થવા જંગમાં છે. વિશ્વના મુસ્લીમ દેશો પણ આર્થિક સહાય આપવા રાજી નથી. પણ પાક. શાસકોની શાન ઠેકાણે આવતી નથી જે તેની કમનસીબી છે.
સુરક્ષા-રક્ષા વિષયના તેજજ્ઞોના મતે પાકિસ્તાન સને. ૧૯૬૫ અને ૭૧ ની સીધી લડાઈમાં ખુબ જ ખરાબ રીતે હારેલ જેથી પાક. ના શાસકો અને સેનાના જનરલો એવા તારણ ઉપર આવેલ કે આપણે ભારતને સીધી લડાઈમાં કદી જીતી શકશું નહી પણ ભારતને સતત હેરાન પરેશાન તંગ કરવા પ્રોક્ષી લડાઈ લડવી, કારણ કે ભારતમા હિન્દુઓ સાથે મુસ્લીમોની પણ ખુબ જ વસ્તી છે. જેથી કોમી હુલડો પણ થઈ શકે અને આપણી પ્રોક્ષી લડાઈમાં ધર્મના નામે ભારતમાંથી ગદારો પણ મળી રહેશે.
૧૯૮૦ ના દાયકામાં જમ્મુ કશ્મીરના સરહદી વિસ્તારમાં રહેતા લોકોને ઉશ્કેરવાનું શરૂ કરેલ, ૧૯૮૭ એપ્રીલમાં જમ્મુ- કાશ્મીર સરકારે વિજદરમાં વધારો કરતા વિરોધ આંદોલન ઉભું થયેલ જેમાં ગોળીબાર જરૂરી બનતા અમુક મુસ્લીમ નાગરીકોના મરણ થતા આંદોલન વધુ ઉગ્ર બનેલ ને ફરી સખ્ત બળ પ્રયાસથી વધુ મોત થયેલ, આ તકનો લાભ લઈ આતંકવાદ છુપા પગે કાશ્મીરમાં પ્રવેશેલ અને પાક. ની મેલી મુરાદ સફળ થવા લાગી. કાશ્મીરમાં બહુમતી પ્રજા મુસ્લીમ છે પણ આર્થિક રીતે વધુ સમળધ્ધ હિન્દુઆ,ે કાશ્મીર પંડીતોને ે શીક્ષણને કારણે સરકારી નોકરીમાં વધુ સ્થાન મળતું હોવાની બાબતને આગળ ધરી સ્થાનીક મુસ્લમાનોએ પાક. ની પરોક્ષ મદદથી સને. ૧૯૯૦ માં કાશ્મીરી પંડિતો વિરોધ વ્યાપક આંદોલન શરૂ કરેલ, જેના કારણે હજારો કાશ્મીરી પંડિતોએ જીવ બચાવવા શ્રીનગરથી જમ્મુ તરફ ઉચાળા ભરવા પડેલ. જે ભાગલા બાદની સૌથી મોટી હિજરત હતી. ખુલ્લી સરહદેથી પાકે. ઢગલાબંધ શષાો કાશ્મીરમાં ઠાલવતું રહયું છે. અને આતંકવાદ આગળ વધતો ગયો. દેશના અંદરના ભાગમાં પણ ગદારોની મદદથી આતંકવાદીઓ કેર વરતાવા લાગેલ. કેન્દ્રીય પ્રધાનની પુત્રીનું અપહરણ સુરક્ષા દળો અને લશ્કરના કાફલા અને છાવણીઓ પર ઘાતક હુમલા દેશ-વિદેશના પ્રવાસીઓની હત્યાઓ, ધાર્મિક સ્થળે દર્શને આવેલ હિન્દુઓ ઉપર બેફામ હુમલા, લોકશાહીના મંદિર સંસદ ઉપર હુમલો, અમદાવાદના સ્વામીનારાયણ મંદિર ઉપર એટેક અને ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપર ભયાનક હુમલો, આમ હલકટ પાડોશી પાકીસ્તાનની સીધી મદદથી અને દેશના મુઠીભર ગદારોના સહકારથી દેશના અનેક ભાગમાં નિદોષ નાગરીકોના વિવિધ સુરક્ષા એજન્સીના સીપાઈઓ, લશ્કરના બહાદુર જવાનો અને અધિકારીઓ, સ્થાનીક પોલીસના સીપાઈઓને ઓફીસરો, દેશ વિદેશના પ્રવાસીઓની બેફામ હત્યાઓનો દોર સતત ચાલુ છે.
અંદરના ભાગમાં આતંકવાદીઓ દ્વારા અતિ ભયંકર હુમલો, દેશની આર્થિક રાજધાની મુંબઈ ઉપરનો છે. ૧૨ માર્ચ ૧૯૯૩ ના રોજ મુંબઈમાં તેર બોમ્બ વિસ્ફોટ થયેલ. જેમાં ૨૫૭ ના મોત અને ૧૪૦૦ થી વધુઓને ઈજાઓ થયેલ. આ હુમલામાં મુંબઈના મહત્વના વિસ્તારો શેરબજાર, એર ઈન્ડીયા બીલ્ડીંગ, શીવસેના ભવન, હોટલો જેવા વિસ્તારોમાં આતંકવાદી ચડી આવેલ. આ અતિ ભયંકર આતંકવાદી હુમલામાં દેશના ગદારો દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ અને તેની ગેંગનો હાથ હોવાનું બહાર આવેલ. મુંબઈની સાત લોકલ ટ્રેનમાં ૧૫ મીનીટમાં અનેક બોમ્બ વિસ્ફોટથી ૧૮૭ નિદોષ નાગરીકો મોતને ભેટેલ.
મુંબઈ ઉપર સૌથી મોટો આતંકી હુમલો ૨૬ નવેમ્બર ૨૦૦૮ દરિયાઈ માર્ગે દક્ષિણ મુંબઈના કોલાબાથી શહેરમાં પ્રવેશેલ આતંકવાદીઓએ મહાનગર મુંબઈની અતિ સમળધ્ધ ગેટ વે ઓફ ઈન્ડીયા ઉપર આવેલી તાજ હોટલ, નરીમાન પોઈન્ટ જેવા વિસ્તારોને અંદાજે ૫૦ કલાક ગોળીઓથી બાનમાં લીધેલ. જેમાં મુંબઈ પોલીસના બાહોશ અધિકારીઓ સહીત ૨૬ વિદેશી નાગરીકો સાથે કુલ ૧૬૬ વ્યકિતઓ મોતને ભેટેલા.
૩૨ વર્ષમાં ૫૬૭૦૦ થી વધુ આતંકવાદી ઘટનાઓ બનેલ છે. જેમાં ૨૩૩૮૬ થી વધુ આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારાયા છે, તો આપણા પક્ષે ૧૪૯૭૦ નાગરીકોના મોત થયેલ છે. આપણા ૬૪૧૩ બહાદુર જવાનો શહીદ થયેલ છે. આ હીસાબે માયાઁ ગયેલ દરેક ચાર આંતકવાદીઓ સામે આપણે એક સૈનીક અને બે નાગરીકોએ જીવ ગુમાવેલ છે.
આતંકવાદ ગતિવિધી ઉપર અભ્યાસ કરતી સંસ્થા અને ગળહ વિભાગના એક અહેવાલ મુજબ છેલ્લા ૨૫ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં ૧૨૦૩૬ આતંકવાદી હુમલા થયેલ છે અને તેમાં ૪૯૮૦ નીદોષ નાગરીકોએ જીવ ગુમાવેલ છે. ભારતમાં આતંકવાદીઓને દાખલ કરવા પાકીસ્તાને છેલ્લા ૧૬ વર્ષમાં ૯૦૧૪ વખત યુધ્ધ વિરામનો ભંગ કરેલ છે જેમાં ૫૯ ભારતીય નાગરીકોને ૪૨ અર્ધ લશ્કરી જવાનો શહીદ થયેલ છે.
અંદાજે સને. ૧૯૮૮ થી શરૂ થયેલ અને સને. ૨૫ ના એપ્રિલ ૨૨ સુધીમાં જમ્મુ કાશ્મીરથી દેશના અંદરના ભાગમાં પાકીસ્તાન પ્રેરીત આંતકવાદીઓએ જે અતિ ક્રુર અને ભયંકર દર્દનાક હુમલાઓને બ્લેક એકસરે આ રીતે ઉપસી આવે છે.
આ તમામ આંતકવાદી હુમલામાં પાકિસ્તાન લશ્કર, તેની જાસુસી સંસ્થા આઈએસઆઈ ને પાક. ની જે તે સમયની સરકાર સંપૂર્ણપણે સંડોવાયેલ છે. જે બાબત સમગ્ર દુનીયા જાણે છે. પણ વિશ્વના કેટલીક મહાસતા દેશો તેના હિતોને શષાોના ધંધા વધારવા સમગ્ર માનવ જાતના મહા દુશ્મન આતંકવાદના જનક દેશને એક યા બીજી રીતે છાવરે છે. જે સમગ્ર વિશ્વની પ્રજા માટે અતિ કમનસીબ બાબત છે.

(3:33 PM IST)










