તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 7th May 2025
ભારતીય સેનાના ‘‘ઓપરેશન સિંદૂર''ને અભિનંદન સાથે આવકારતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, વિશ્વભરના તમામ દેશોએ આતંકવાદ પ્રત્યે ‘‘ઝીરો ટોલરન્સ''ની નીતિ અપનાવવી ખુબ જ જરૂરી છે. ભારતમાં આતંકવાદ ફુલ્યોફાલ્યો છે. તાજેતરમાં પહેલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર આતંકવાદીઓએ કરેલ હુમલા અને પર્યટકોની કરેલ હત્યા બાદ સમગ્ર દેશમાં તીવ્ર રોષની લાગણી ફેલાઈ છે ત્યારે સેનાના ‘‘ઓપરેશન સિંદૂર''ને અભિનંદન સાથે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ આવકારે છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતના યુવાનો અને ભારતીય સેના તત્પર જ હતી આજે તેના ભાગરૂપે ભારતીય સેના દ્વારા ‘‘ઓપરેશન સિંદૂર''નો પ્રારંભ કરવામાં આવ્યો છે તેને અભિનંદન સાથે આવકારીએ છીએ.
ભારતીય સેનાની એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનના કોઈ પણ લશ્કર થાણા કે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતીય સેના તરફથી પૂરેપૂરો સંયમ દાખવી, ફક્ત આતંકવાદી રહેઠાણ માળખાઓને જ નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓના આશ્રયસ્થાનરૂપ બંકરોનો નાશ કર્યો છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા સમગ્ર દેશ ભારતીય સેના અને સરકારની સાથે છે. પાકિસ્તાને જ્યારે જ્યારે ભારત સામે અવળચંડાઈ કરી ભારતને નુકસાન કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ વર્ષ ૧૯૬૫ અને વર્ષ ૧૯૭૧માં આપી, પાઠ ભણાવી દીધો છે. ભારતતીય સેનાની એર સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનમાં નવ જેટલા આતંકવાદી રહેઠાણ ઉપર હુમલાઓ કર્યા છે. જે પગલે ભારતીય સૈન્ય પર સૌને ગર્વ છે.
આજે સરહદી રાજ્ય ગુજરાતમાં પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આપેલ દરેક સૂચનાનું ગુજરાતના સૌ નાગરિકો ચુસ્તપણે પાલન કરે. વર્ષ ૧૯૭૧ પછી રાજ્યમાં -થમવાર મોકડ્રીલ યોજાઇ રહી છે ત્યારે સૌ નાગરિકો શાંત રહે અને ખોટી અફવા ન ફેલાવે જે કાંઈ સૂચનાઓ મળે તેનું અક્ષરસઃ પાલન કરે તેમ અંતમાં જણાવ્યું છે.
(3:45 PM IST)










