News of Thursday, 8th May 2025
ધો. ૧૦ રાજકોટ જિલ્લાનું ૮૭.૧૯% પરીણામઃ ૧૨૨ શાળાનું ૧૦૦% પરીણામઃ ૩૩૦૪ છાત્રોનું A1 ગ્રેડ
રાજકોટ શહેર જિલ્લામાં ૩૯૨૧૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

રાજકોટ, તા. ૮: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૦ નું પરીણામ જાહેર થયું છે. ગુજરાત રાજયનું ધો. ૧૦ નિયમીત વિદ્યાર્થીઓનું પરીણામ ૮૩.૦૮ ટકા આવ્યું છે. ધો. ૧૦ માં સમગ્ર ગુજરાત રાજયમાં કુલ ૭૪૬૮૯૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી ૬૨૦૫૩૨ ઉર્તીણ થયા છે. ધો. ૧૦ માં A1 ગ્રેડ સાથે ૨૮૦ ટકા વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. જે ગત વર્ષ ૨૦૨૪ માં ૨૩૨૪૭ વિદ્યાર્થીઓ હતા. સમગ્ર ગુજરાત રાજયમાં ૦ ટકા પરીણામ મેળવતી શાળાની સંખ્યા ૪પ છે.
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતુ રાજકોટ શહેર જિલ્લાનુ઼ ધો. ૧૦ નું પરિણામ ઉચુ રહયું છે. રાજકોટ જિલ્લામાં કુલ ૩૯૭૬૮ વિદ્યાર્થીઓ ધો. ૧૦ માં નોંધાયા હતા. જેમાંથી ૩૯૨૧૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ૩૩૦૪ વિદ્યાર્થીઓએ સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ધો. ૧૦ માં A1 ગ્રેડ મેળવ્યા જયારે A2 ગ્રેડમાં ૭૦૬૦ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. જયારે B1 ગ્રેડમાં ૭૫૬૧ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે.
રાજકોટ જિલ્લાનું ધો. ૧૦ નું ૮૭.૧૯ પરીણામ આવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં ધો. ૧૦ નું પરીણામમાં ઉચી ટકાવારી રહી છે. તો શાળાકક્ષાએ પણ ૧રર શાળાઓએ ૧૦૦ ટકા પરીણામ હાંસલ કર્યુ છે. ૧૦ ટકા કરતા ઓછુ પરીણામ ધરાવતી શાળાની સંખ્યા માત્ર પ છે. જયારે ૩૧ શાળાઓનું પરીણામ પ૦ ટકા રહયું છે.
(12:20 PM IST)










