News of Thursday, 8th May 2025
રાજકોટ જિલ્લાની આરોગ્ય સેવાને વધુ 'તંદુરસ્ત' બનાવવા સમીક્ષા કરતા ડી.ડી.ઓ.
દર્દીઓને સમયસર સારી તબીબી સુવિધા આપવા સૂચના

રાજકોટ તા.૮: જિલ્લા પંચાયત રાજકોટ ખાતે ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમીટીની મીટીંગ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી .આર.સી.એચ.ઓ. પ્રોગ્રામ ઓફિસરતમામ, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ સુપ્રિટેન્ટ રાજકોટ, તાલુકા હેલ્થ ઓફિસર તમામ તાલુકા, તથા ચીફ ઓફિસરનગરપાલિકા તમામ, જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ.
શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ મીટીંગમાં આરોગ્ય વિષયક જુદા જુદા પ્રોગ્રામ વિશે રીવ્યુ જેમાં SAM (severely acute malnutrition) અને MAM (Moderate Acute Malnutrition) બાળકોનું ટીબીનું સ્ક્રિનિંગ કરવા અંગે જિલ્લા ક્ષય અધિકારીને સુચના આપવામાં આવેલ. સગર્ભા માતા અને બાળકને મળતા પોષણ સહાયના તમામ લાભો મળે તે અંગે ICDS સાથે સંકલન કરવુ. માતા અને બાળ મરણ અંગેની માહીતી ૨૪ કલાકમાં સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાંથી તાત્કાલિક મેળવવા સુચના આપવામાં આવેલ. કોમ્યુનીકેબલ ડીસીઝ જેવાકે ટીબી, મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, એચ.આઇ.વી. એઇડ્સ, તથા નોન કોમ્યુનીકેબલ જેવા કે બીપી, ડાયાબીટીસ, હાઈપર ટેન્શન, કેન્સર, તથા ટેલી મેડીસીન જેવી સેવાઓ સમયસર મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. રસીકરણ જેવી સેવાઓ અને નોધાયેલ માતા અને બાળ આરોગ્ય સંભાળ વધુ સુદ્રઢ બાનાવવા અંગે સુચના આપવામાં આવેલ. PMJAY કાર્ડ જારુરીયાતમંદ લાભાર્થીના બાકી ન રહે તે અંગે સુચના આપવામાં આવેલ, બાકી રહેલના ABHA કાર્ડ કઢાવવા અંગે સુચના આપવામાં આવેલ. તેમજ આરોગ્યની સેવાઓ આપતી જુદી જુદી સંસ્થાઓના બાંધકામ વિશે ચર્ચા કરવામાં આવેલ. રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ વધુ સારી રીતે આપી શકાય અને સુદ્રઢ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદશન પુરુ પાડવામાં આવેલ અને તમામ PHC-CHC માં જે કોઇ સરકારીનાં ઘારા ઘોરણો મુજબની સેવાઓ લોકોને મળવાપાત્ર છે તે ગુણવતાસભર મળી રહે તે જોવા સુચનાં આપવામાં આવી.
(2:13 PM IST)










