<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

લઘુ ઉદ્યોગ ભારતી મહિલા પાંખની રાજકોટમાં સ્‍થાપના : પ્રમુખપદે ડો. પીનાબેન કોટકની નિમણુંક

મંત્રી પદે અલ્‍કાબેન કામદાર અને ખજાનચી પદે ડો. તૃપ્‍તીબેન રાજા : ઉદ્યોગ સાહસિક બહેનોને જોડાવા ઇજન

રાજકોટ તા. ૮ : સમગ્ર ભારતમાં ૭૫૦થી વધુ જિલ્લાઓમાં કુટીર, નાના સુક્ષ્મ અને મધ્‍યમ કક્ષાના ઉદ્યોગકારોના હિત માટે કામ કરતી સંસ્‍થા ‘લઘુ ઉદ્યોગ ભારતી'ની રાજકોટમાં સૌપ્રથમ મહિલા પાંખની સ્‍થાપના કરવામાં આવતા પ્રમુખ તરીકે ડો. પીનાબેન કોટકની નિમણુંક કરવામાં આવી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહિલા પાંખના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે દેશભરમાં પ્રસરેલ લઘુ ઉદ્યોગ ભારતીની સૌરાષ્‍ટ્રમાં ત્રણ શાખાઓ હતો. ચોથી શાખા રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. જે ગ્રામ શિલ્‍પ અને બિઝનેશ વુમનના પ્રકલ્‍પ પર કામ કરી બહેનોના ઉદ્યોગલક્ષી માર્ગદર્શન પુરૂ પાડશે. સરકારી યોજનાઓના મળતા લાભો અંગે માહીતગાર કરશે.

રાજકોટ જિલ્લામાં પણ ઘણા બધા ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓ કામ કરી રહી છે. આવા બહેનોને સંગઠીત કરી પ્રોત્‍સાહન અપાશે.

રાજકોટ જિલ્લા ખાતે મહિલા સંગઠનની સ્‍થાપના લઘુ ઉદ્યોગ ભારતીના સ્‍થાપના દિવસે લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ અખિલ ભારતીય પ્રમુખ બળદેવાઇ પ્રજાપતિ દ્વારા કરવામાં આવતા પ્રમુખ તરીકે ડો. પીનાબેન કોટક તેમજ મંત્રી તરીકે અલ્‍કાબેન કામદાર અને ખજાનચી તરીકે ડો. તૃપ્‍તીબેન રાજાની નિમણુંક કરાઇ હતી. બાદમાં હવે કારોબારી ટીમ જાહેર કરી આગામી બે વર્ષના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાશે.

આ રાષ્‍ટ્રીય કાર્યક્રમમાં વધુને વધુ બહેનોને જોડાવા ડો. પીનાબેન કોટકે અપીલ કરી છે. આ માટે લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યાલય ૪-ભક્‍તિનગર, ઉદ્યોગનગર, પીજીવીસીએલની બાજુમાં રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૮૪૦૧૮ ૯૭૬૦૬, મો.૭૪૩૩૯ ૨૭૬૦૬, મો.૯૧૦૬૧ ૩૬૪૩૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. પીનાબેન કોટક, ડો. શિવાનીબેન કોટક, હિનાબેન રાવલ, રેખાબેન અજાણી, કૈલાસબેન દોશી, જયશ્રીબેન વ્‍યાસ, સુનિતાબેન લહેરૂ, મધુરિકાબા જાડેજા, સુધાબેન દોશી, જયશ્રીબેન મહેતા, રેખાબેન અજાણી, રીધ્‍ધીબેન ગોસાઇ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:15 PM IST)