News of Thursday, 8th May 2025
સોશિયલ કરાઓકે કલબ દ્વારા શનિવારે ‘‘મિરેકલ મ્યુઝિકલ નાઇટ'' ૭૦ થી ૯૦ના દાયકાના ગીતો રજુ થશે

રાજકોટઃ સોશિયલ કરાઓકે કલબ દ્વારા ‘‘મિરેકલ મ્યુઝીક નાઇટ'' કાર્યક્રમ તા.૧૦ શનિવાર રાત્રે ૮:૩૦ વાગ્યે હેમુ ગઢવી (મીની હોલ) ખાતે યોજાયેલ છે. જેમાં સુપ્રસીધ્ધ ગીતો રજુ થશે.
આ કરાઓકે મ્યુઝીકલ નાઇટમાં કલાકારોમાં પી.એમ.સોલંકી, મહેશ સોલંકી, પંકજ વિંઝુડા, અમીત પરમાર, પ્રિયદર્શી સોલંકી, અમીત ગોસ્વામી, હીનાબેન કોટડીયા, પુનમ ગજેરા, જયોતી ગોસ્વામી અને એન્કર મેઘલ સહીતના ભાગ લઇ રહયાં છે.
સોશિયલ કરાઓકે કલબ છેલ્લા પ વર્ષથી સોશીયલ મીડીયામાં કાર્યરત છે જેની શરૂઆત પી.એમ.સોલંકીના પુત્ર મહેશ સોલંકીએ કરેલ છે અને તેઓ આ સાથે ગેલેકસી નામનો મ્યુઝીક સ્ટુડીયો પણ ચલાવે છે અને તેઓ દર અઠવાડીયે રાજકોટના વિવિધ કલાકારો સાથે સોશીયલ મીડીયામાં લાઇવ કરાઓકેના પ્રોગ્રામ કરે છે.
હેમુ ગઢવી (મીની હોલ) ખાતે રાત્રીના ૮:૩૦ વાગ્યે કાર્યક્રમ શરૂ થશે. સંગીત પ્રેમીઓને આમંત્રણ અપાયું છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(4:02 PM IST)










