<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

કણકોટ પાટીયા પાસે રોડ પર ગાય આવી જતાં બાઇક સ્‍લીપઃ મેટોડાના યુવાનનું મોત

૪૦ વર્ષિય પરપ્રાંતિય યુવાન ધર્મેન્‍દ્ર રામ કામ માટે રાજકોટ આવી પરત જતો હતો ત્‍યારે બનાવઃ ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૯: રસ્‍તા પર ઓચીંતા ઢોર આવી જવાને કારણે સર્જાતા અકસ્‍માતોમાં અનેક વાહનચાલકો જીવ ગુમાવી ચુક્‍યા છે. વધુ એક આવો બનાવ કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે બન્‍યો છે. મેટોડા રહેતો પરપ્રાંતિય યુવાન રાજકોટ કામ માટે આવ્‍યો હતો અને પરત મેટોડા જતો હતો ત્‍યારે ગાય ઓચીંતી રોડ પર આવી જતાં કાબુ ગુમાવતાં આ યુવાનનું બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મેટોડા જીઆઇડીસીમાં રહેતો ધર્મેન્‍દ્રભાઇ દેવનારાયણભાઇ રામ (ઉ.વ.૪૦) ગઇકાલે સવારે આઠેક વાગ્‍યે રાજકોટથી કામ પતાવી પોતાનું બાઇક હંકારી મેટોડા ઘરે જઇ રહ્યો હતો તે વખતે કણકોટના પાટીયા પાસે પહોંચ્‍યો ત્‍યારે ઓચીંતી એક ગાય રોડ પર આવી જતાં ધર્મેન્‍દ્રભાઇએ વાહન પરનો કાબુ ગુમાવી દેતાં તે બાઇક સહિત સ્‍લીપ થઇ જતાં માથા, શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્‍માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને કોઇએ ૧૦૮ બોલાવતાં તેના મારફત તેને સિવિલ હોસ્‍પિટલે ખસેડાયેલ. પરંતુ અહિ સારવારમાં મોત થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇ અને તોફિકભાઇઍ જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. નિલેષભાઇ ચાવડાઍ કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ધર્મેન્દ્રભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. આ ઘટનાથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

(2:37 PM IST)