<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

હવે લોકો કંટાળ્‍યા છે..મોબાઇલ- લેન્‍ડલાઇનમાં વાગતી સાઇબર ક્રાઇમ જાગૃતિની કેસેટ હવે બંધ કરાવો

શહેર કોંગ્રેસ પ્રમુખનો કલેકટરને ફરિયાદપત્રઃ ૧ાા વર્ષથી લોકો આ સાંભળી રહયા છે

રાજકોટ તા.૯: શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અતુલ રાજાણીએ કલેકટરને ફરિયાદ પત્ર પાઠવી મોબાઇલ અને લેન્‍ડ લાઈનમાં સાઇબર ક્રાઈમ જાગળતિની કેસેટ હવે બંધ કરવા માંગણી કરી હતી.

પત્રમાં જણાવેલ કે, નાગરિકો જ્‍યારે પોતાના મોબાઈલ અને લેન્‍ડ લાઈનમાંથી અન્‍ય મોબાઇલમાં ફોન લગાડે છે ત્‍યારે છેલ્લા દોઢ વર્ષથી જનજાગળતિ અંગેની જે  કેસેટ વાગે છે તે રીંગ ટોન લાંબા સમયથી વગાડવામાં આવે છે તેમાં જણાવે છે કે જો તમોને સીબીઆઇ, કસ્‍ટમ અધિકારી, પોલીસ અધિકારી, ન્‍યાયાધીશ હોવાનો અજાણ્‍યા નંબર ઉપરથી ફોન આવે તો ગભરાશો નહીં તેઓ સાયબર ગુનેગાર હોઈ શકે છે આ પ્રકારના ફોન આવે તો નેશનલ સાયબર ક્રાઇમના હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર તાત્‍કાલિક જાણ કરો ગૃહ મંત્રાલય તરફથી જનહિતમાં મેસેજ જાહેર કરવામાં આવે છે.

    આ પ્રકારની જન જાગળતિ અંગેની કેસેટ મોબાઈલ લેન્‍ડલાઈનમાં ફોન લગાડતા વાગે છે. જાગળતિ અંગે જરૂરી છે પણ આ કેસેટ લગભગ દોઢ વર્ષથી ચલાવવામાં આવતી હોવાને પગલે લોકો કંટાળી ગયા હોઇ અને ઇમરજન્‍સીમાં ફોન લગાડતી વખતે આ કેસેટ લોકોનો સમય બગાડે છે જે પગલે તાત્‍કાલિક વિષય દર્શિત બાબતે યોગ્‍ય કરવા મારી અપીલ છે

(2:43 PM IST)