<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રેસકોર્ષના મેદાનમાં કાલથી ત્રણ દિવસ ‘અર્બન વિવાહ એકઝીબીશન': ૧૦ હજારથી વધુ પ્રોડકટસ

૧પ૧ થી વધારે સ્‍ટોલ્‍સઃ રેઇઝ કોમ્‍યુનિકેશન્‍સનું આયોજન

રાજકોટઃ તા. ૧૦ થી ૧ર (શનિ થી સોમ) દરમ્‍યાન રંગીલા રાજકોટના આંગણે ભવ્‍ય ‘અર્બન વિવાહ એકઝીબીશન' યોજાઇ રહ્યું છે, જેમાં ગોલ્‍ડ, સીલ્‍વર, ડાયમંડ જવેલરીથી લઇને બ્‍યુટી પાર્લર સહિતની તમામ લગ્નસરા તથા શુભ પ્રસંગોની ખરીદી માટેની તમામ પ્રોડ્‍કટસનો સમાવેશ થાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.

રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં યોજાઇ રહેલ આ ભવ્‍ય ‘અર્બન વિવાહ એકઝીકબીશન'માં વેડિંગ ફેશન અને લાઇફસ્‍ટાઇલ પ્રોડકટ્‍સ, રીયલ ગોલ્‍ડ, સીલ્‍વર, ડાયમંડ જવેલરી, વેડિંગ સાડી, ફેશન જવેલરી, ડિઝાઇનર વેર, વેસ્‍ટર્ન વેર,બ્‍યુટી પાર્લર, ફૂટવેર, હેન્‍ડલુમ, હેન્‍ડીક્રાફટ, કિચનવેર, કોસ્‍મેટીક,હર્બલ, કાર્ડ, કંકોત્રી, ગીફટ, આર્ટીકલ, કન્‍ઝયુમર્સ તથા અન્‍ય પ્રોડકટસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રેડિશનલ વેર, એથનીક વેર અને ઉનાળા માટે ટ્રેન્‍ડી સમર વેરનો પણસમાવેશ થાય છે.

વર્ષ ર૦૧૭-ર૦૧૮ નો એકઝીબીશન એકસેલેન્‍સ એવોર્ડ (ન્‍યુ દિલ્લ) તરફથી આ ફેસ્‍ટીવલના આયોજકને ભારતનાં સૌથી શ્રેષ્‍ઠ વેડિંગ એકઝીબીશનના એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવેલ છે. આ સમગ્ર ફેસ્‍ટીવલનું આયોજન રાજકોટની ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ સંસ્‍થા ‘રેઇઝ કોમ્‍યુનિકેશન્‍સ' દ્વારા કરવામાં આવ્‍યું છે. એકઝીબીશનનો સમય સવારે ૧૦ વાગ્‍યાથી રાત્રીના ૯ વાગ્‍યા સુધીનો રહેશે.

વધુ વિગત માટે સંપર્કઃ ૯૦૩૩૩ ૯૯૯૮૨/૮૧૨૮૧ ૨૮૧૧૦

(2:59 PM IST)