<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ખાસ વોર્ડ તૈયારઃ તબિબો, કર્મચારીઓની રજા કેન્‍સલ

ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેની વર્તમાન સ્‍થિતીને ધ્‍યાને લઇ આરોગ્‍ય વિભાગ એલર્ટ : વોર્ડમાં ૨૦ બેડ, વેન્‍ટીલેટર, પુરતી દવાઓની સુવિધાઃ તબિબોની ખાસ ટીમો, નર્સિંગ સ્‍ટાફ સતત હાજર રહેશેઃ વધારાની ટીમ સ્‍ટેન્‍ડટુ રખાશે

રાજકોટ તા. ૮: હાલમાં ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે જે તંગદીલી ચાલી રહી છે અને સામ-સામા હુમલા ચાલુ થયા છે તે અંતર્ગત રાજ્‍યનું આરોગ્‍ય તંત્ર એલર્ટ થઇ ગયું છે અને તમામ સરકારી હોસ્‍પિટલો, આરોગ્‍ય કેન્‍દ્રોમાં પુરતી વ્‍યવસ્‍થા જાળવવા સુચના આપી છે. આરોગ્‍ય અને વહીવટી તંત્ર સતત એલર્ટ મોડમાં છે, ત્‍યારે આપાતકાલીન સ્‍થિતિ સર્જાય તો આરોગ્‍ય લક્ષી સુવિધા તાકીદે મળી રહે માટે રાજ્‍યના આરોગ્‍ય વિભાગ દ્વારા તમામ જિલ્લાના આરોગ્‍ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે વિડિયો કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી અને ઇમર્જન્‍સી સમયે આરોગ્‍યલક્ષી સુવિધા મળી રહે માટે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

તો બીજી તરફ કચ્‍છ-ભુજ અને જામનગર સરહદી વિસ્‍તાર હોવાથી કચ્‍છ-ભુજ અને જામનગર  જિલ્લાની સિવિલ હોસ્‍પિટલ ઉપરાંત રાજકોટ સિવિલમાં પણ ઇમર્જન્‍સી વ્‍યવસ્‍થા માટેની તૈયારી કરવા માટેની સુચનાના પગલે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. મોનાલી માકડિયાના માર્ગદર્શન હેઠળ પીએમએસએસવાય વિભાગમાં ૨૦ બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્‍યો છે. જરૂર જણાયે વધુ બેડની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. ઉપરાંત જરૂરી દવા, વેન્‍ટિલેટર પણ ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત તબીબી અધિકારી અને કર્મચારીઓ, ર્નસિંગ સ્‍ટાફની રજા કેન્‍સલ પણ કેન્‍સલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અન્‍ય જગ્‍યાએ પણ કોઈ ઘટના બને તો ત્‍યા મોકલવા માટે સિવીલની મેડિકલ ટીમ પણ તૈયાર રાખવાં આવી છે. કોઇપણ સ્‍થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવીલ તંત્રવાહકો તૈયાર હોવાનું જણાવાયું છે.

 

(4:00 PM IST)