<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ગંજીવાડામાં ગાળો બોલવાના ડખ્‍ખામાં પડોશી બાખડતાં સામ-સામે ૮ જણા સામે ગુના દાખલ

જયેશ ઉર્ફ જયદિપ પરમાર અને રવિ વાળાની ફરિયાદ પરથી કાર્યવાહીઃ સામ સામે આંખમાં મરચાની ભુકી પણ છાંટવામાં આવી

રાજકોટ તા. ૯: ભાવનગર રોડ પર ગંજીવાડા-૨૪ના ખુણે બજરંગ ચોકમાં પડોશીઓ વચ્‍ચે ગાળવો બોલવા મામલે થયેલી મારામારીમાં થોરાળા પોલીસે સામ-સામે ગુના દાખલ કર્યા છે. એક બીજાની આંખમાં મરચાની ભુકી છાંટી ધમકી પણ અપાઇ હતી. આ બનાવમાં જયેશ ઉર્ફ જયદિપ નારણભાઇ પરમાર (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી તેના પડોશી રવિ રાજુભાઇ વાળા, રાજુભાઇ વાળા, શની રાજુભાઇ વાળા અને આરતીબેન રાજુભાઇ વાળા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

જયદિપ ઉર્ફ જયેશ ઇમિટેશનનું કામ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૬ના રાતે મારી પત્‍નિ સ્‍મીતાએ મને વાત કરી હતી. આ પછી હું રાતે ઘરની બહાર ઉભો હોઇ ત્‍યારે પડોશી રવિની પત્‍નિ પણ ઉભી હોઇ મેં તેને તારા પતિને શું પેટમાં દુઃખે છે? કેમ મારી ઘરવાળીને ગાળો  આપે છે? બોલાવ તારા ઘરવાળાને તેમ કહેતાં તેણીએ પોલીસને ફોન કરતાં મે પણ ગાડી બોલાવવા ફોન જોડયો હતો. આ દરમિયાન પોલીસ આવતાંહું ગાડીમાં ફોન આપવા જતાં રવિના પિતા રાજુભાઇ, રવિનો ભાઇ શની આવી ગયા હતાં અને મને પકડી લીધો હતો. એ પછી રવિની બહેન આરતીએ આવી અમારા ઘરના લોકો ઉપર આંખામાં મરચાની ભુકી છાંટી દીધી હતી અને મારા પર પાઇપનો ઘા કરતાં તેમજ તલવાર માથામાં મારતાં ઇજા થઇ હતી.

સામા પક્ષે ગંજીવાડા-૨૪ના ખુણે રહેતાં રવિ રાજુભાઇ વાળા (ઉ.વ.૨૬) પણ ઇજા થતાં દાખલ થયો હોઇ તેની ફરિયાદ પરથી પણ જયેશ નારણભાઇ પરમાર, જયેશના માતા, નારણભાઇ પરમાર અને સ્‍મીતા જયેશ પરમાર સામે ગુનો નોંધ્‍યો છે. રવિ પણ ઇમિટેશનનું કામ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે પાંચમીએ રાતે હું અને પરિવારજનો ઘર પાસે હતાં ત્‍યારે પડોશી જયેશે તમે હીજડા છો તેમ કહી બોલચાલી કરી હતી. બાદમાં ૭મીએ રાતે સાડા બારેક વાગ્‍યે હું, મારા પત્‍નિ ઘરની બાલ્‍કીનમાં હતાં ત્‍યારે પણ જયેશે ગાળો દેતાં મેં પોલીસને બોલાવતાં જયેશે મારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતાં. ત્‍યાં તેની માતા આવી ગઇ હતી અને મને હાથમાં બટકુ ભરી લીધુ હતું. ારા ીપતા છોડાવવા આવતાં જયેશે તેને પણ પાઇપ મારી લીધો હતો અને જયેશની પત્‍નિ સ્‍મીતાએ મારી બહેન આરતીને માર મારી મારા પરિવારના સભ્‍યોની આંખમાં મરચાની ભુકી છાંટી હતી. જેથી મારી પત્‍નિ પણ ઘરમાંથી મરચાની ભુકી લઇ આવી હતી અને જયેશ, સ્‍મીતા સહિતની ઉપર છાંટી હતી. જયેશે ગાળો દઇ મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમ વધુમાં રવિએ કહેતાં થોરાળા ના હેડકોન્‍સ. એ. જે. ભાલીયાએ બંને પક્ષની ફરિયાદ નોંધી હતી.

(4:16 PM IST)