<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

સીંગતેલ-કપાસીયા તેલમાં બે દિ'માં ૪૦ રૂા.નો ઉછાળો : આજે ૧૫ રૂા.વધ્‍યા

 

રાજકોટ, તા., ૯ : ખાદ્યતેલોમાં તેજીનો દોર શરૂ થયો હોય તેમ આજે  સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થયો હતો. બે દિ'માં બંને ખાદ્યતેલમાં  ૪૦ રૂા.નો તોતીંગ ભાવ વધારો થયો છે.

સ્‍થાનીક બજારમાં ખાદ્યતેલોમાં નીચા મથાળે લેવાલી નિકળતા આજે સીંગતેલમાં વધુ ૧પ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લુઝના ભાવ ૧૩૧૫ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૩૩૦ રૂપીયા થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રર૮૫ થી ર૩૩૫ રૂા. હતા. તે વધીને ર૩૦૦ થી ર૩પ૦ રૂા. થયા હતા.

 સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૂા.નો ભાવવધારો થયો હતો. કપાસીયા ટીનનો ભાવ ર૨૦૦ થી રરપ૦ રૂા. હતા તે વધીને ર૨૧૫ થી રર૬૫ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(4:54 PM IST)