News of Saturday, 10th May 2025
અમિત ખુંટ આપઘાત કેસમાં વકીલ પંડિતની વચગાળાની જામીન અરજી રદઃ પુજા રાજગોર જેલ હવાલે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: રીબડાનાં ચકચારી અમીત ખુંટ આપઘાતપ્રકરણ માં રિમાન્ડ પર રહેલી પુજા રાજગોર નાં બે દિવસ નાં રિમાન્ડ પુરા થતા કોર્ટ માં રજુ કરાઇ હતી. કોર્ટે તેને જેલહવાલે કરતો હુકમ કરતા પોલીસે ગોંડલ સબજેલ હવાલે કરી હતી.અદાલતે કન્ફેસ અંગે પુજા રાજગોર ને પુછતા તેણે કન્ફેસ નો ઇન્કાર કર્યો હતો.
જ્યારે જેલ હવાલે રહેલાં સંજય પંડીતે કોર્ટ માં મુકેલા વચગાળા જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરાઇ હતી. પોલીસ સુત્રો અનુસાર દુષ્કર્મ ની ફરિયાદ કરનાર સગીરા હાલ વડોદરા રિમાન્ડ હોમ હવાલે છે.
(2:38 PM IST)










