<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

વાહનચોરીના અનેક ગુનામાં સામેલ રાહુલ ઉર્ફે ટકો પાસામાં ધકેલાયો

ક્રાઇમબ્રાંચના પી.આઇ. એમ.આર. ગોંડલીયા તથા ટીમે વોરંટની બજવણી કરી રાહુલને વડોદરા જેલ હવાલે કર્યો

રાજકોટ તા.૧૦: શહેરના અલગ- અલગ વિસ્‍તારમાં વાહન ચોરીના ગુનામાં સામેલ શખ્‍સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં વાહન ચોરીના ગુનામાં સામેલ શખ્‍સને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ, હેડ કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયા સહિતે આરોપી રાહુલ ઉર્ફે ટકો અશોકભાઇ વિકાણી (રહે.શાષાીમેદાન લીમડા ચોક ફુટપાથ પર મુળ રાતીદેવડી તા.વાંકાનેર) ને પાસામાં ધકેલવા માટે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્નરે વોરંટ ઇશ્‍યુ કરતા ક્રાઇમબ્રાંચના પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ.એસ. ડામોર, સી.એમ. જાદવ, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, કોન્‍સ.પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા સહિતે રાહુલ ઉર્ફે ટકો વિકાણીની પાસા હેઠળ અટકાયત કરી તેને વડોદરા જેલ હવાલે કર્યો હતો

(2:32 PM IST)