News of Saturday, 10th May 2025
મા શકિત સેવા ટ્રસ્ટ દ્વારા કાલે સમુહ લગ્ન ‘હેતનું
પાનેતર': પ મા-બાપ વગરની દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે કરીયાવરમાં ૨૬૦થી વધુ વસ્તુઓઃ બહેનો માટે આત્મનિર્ભરના કાર્યક્રમો

રાજકોટઃ માં શકિત સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આઠમો સમૂહ લગ્નનું પાનેતરનું આયોજન બાલભવન ગેટ નંબર ૫ રેસકોર્સ રાજકોટ ખાતે કાલે તા.૧૧ને રવિવાર સાંજના ૬ વાગ્યાથી સર્વજ્ઞાતિ પાંચ યુગલના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.
મા બાપ વગરની આ પાંચેય દીકરીઓને કરીયાવરમાં ૨૬૦થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. મા શકિત સેવા ટ્રસ્ટના નેજા હેઠળ નારી શકિત મહિલા મંડળ દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે દર મહિને કાર્યક્રમો યોજવામાં આવે છે.
તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ પ્રજ્ઞાબેન દેશાણી, મહેશભાઇ રાજયગુરૂ, રવિરાજસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ જાડેજા, અનસુયાબેન મોરી, ઉષાબેન મહેતા, સુરજબા જાડેજા નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:40 PM IST)










