તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Saturday, 10th May 2025
સિવિલ હોસ્પિટલમાં રાતે આટાફેરા કરતાં શખ્સને ટપારતાં એક્સ આર્મીમેન સાથે ડખ્ખો
બેફામ ગાળો ભાંડી દેકારો મચાવ્યોઃ પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે દોઢેક વાગ્યે એક શખ્સ આટાફેરા કરતો હોઇ સિક્યુરીટીની ફરજમાં રહેલા એક્સ આર્મીમેને તેને શંકાને આધારે અટકાવી શું કામ છે? કયા વોર્ડમાં જવુ છે? પુછતાં તેણે મારે કોઇનું કામ નથી અહિ આટા મારવા આવ્યો છું, રોજ આવીશ...તેમ કહી ગાળાગાળી કરી દેકારો મચાવતાં સિક્યુરીટીનો બીજો સ્ટાફ દોડી ગયો હતો. ઓપીડી નજીક બનેલા આ બનાવને પગલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે બાદમાં આ શખ્સ જતો રહ્યો હતો.
(2:45 PM IST)










