News of Saturday, 10th May 2025
ભારતનગરમાં કામધંધા બાબતે પિતાએ ઠપકો દેતાં દિલીપભાઇ ચિત્રોડાનો આપઘાત
ઝેરી પાવડર પી જિંદગી ટુંકાવીઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૦: નાના મવા રોડ જીવરાજ પાર્ક પાસે ભારતનગર-૨માં રહેતાં દિલીપભાઇ હરજીભાઇ ચિત્રોડા (ઉ.વ.૪૨) નામના યુવાને ઝેરી પાવડર પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ દિલીપભાઇએ ઘરે ઘઉંમાં રાખવાનો પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર દિલીપભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
હાલમાં તે કામધંધામાં બરાબર ધ્યાન આપતાં ન હોઇ પિતાએ ઠપકો આપતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધુ હતું
(4:04 PM IST)










