તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 10th May 2025
કાલાવડ રોડ પર મોડી રાતે બે કાર અથડાઇઃ એકમાં તોડફોડ
બનાવ અંગે મોડી બપોર સુધી બેમાંથી કોઇ પક્ષે ફરિયાદ નોંધાવી નહોતી

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ ફૂડ ફિલ્ડ રેસ્ટોરન્ટ નજીક મોડી રાતે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કારમાં ભારે તોડફોડ થયાની ચર્ચા છે. આ કાર પૈકી કોઇ એક કાર સાથે અન્ય એક ત્રીજી કાર અથડાતાં તેમાં બેઠેલા માનસીબેન નામના મહિલાને ઇજા થતાં સારવાર લીધી હતી. કાર અકસ્માત મામલે જો કે આજે મોડી બપોર સુધી કોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. રાતે બનાવ બન્યો ત્યારે પોલીસ દોડી ગઇ હતી. પણ બેંમાંથી એકેય કારના ચાલક મળ્યા નહોતાં. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બંને કાર તથા એક કારમાં ભારે નુકસાન પહોંચાડયું હતું તે દ્રશ્ય જોઇ શકાય છે. અકસ્માત બાદ માથાકુટ થયાની પણ ભારે ચર્ચા છે.
(3:32 PM IST)










