News of Saturday, 10th May 2025
જરૂર પડયે રાજકોટ શહેર જીલ્લાના મહેસુલી કારકૂન અને તલાટીઓને એકઝી. મેજીસ્ટ્રેટના પાવર અપાશે
કલેકટર સાથે મુખ્યમંત્રીની વીસી યોજાઇ છે : આજે ૧૧ તાલુકામાં મહારકતદાન કેમ્પ : આપણી પાસે પૂરતુ લોહી છે : ફૂડ પેકેટો અંગે તૈયારીઓ રાખવા વિવિધ સંસ્થાઓને કહેવાયું છે : રાજકોટ એઇમ્સ ખાતે પણ સ્પે. વોર્ડ : આજે રકતદાન કેમ્પ : કલેકટર એઇમ્સ ખાતે દોડી ગયાઃ દવા-મેડીકલ સ્ટાફ તથા ડોકટરો-પાણી-રસ્તાઓ અંગે વિગતો જાણી

રાજકોટ, તા. ૧૦ : ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાલુ હોય આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છ-ભૂજ, બનાસકાંઠા વિગેરે સરહદી ગામોના કલેકટર-એલ.પી. સાથે મહત્વની વીસી યોજી હતી, સ્થિતિનો કયાસ મેળવી જરૂરી સુચનાઓ આપી હતી, આ વીસીમાં રાજકોટ કલેકટર -એડી. કલેકટર, પોલીસ તંત્રના અધિકારીઓ, કોર્પોરેશન વિગેરે જોડાયા હતા.
આ વીસી બાદ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવજોષીએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે આપણા શહેર-જીલ્લામાં સર્વત્ર શાંતિ છે, તકેદારીના તમામ પગલા લેવાયા છે. પેટ્રોલ-ડીઝલ-ગેસના બાટલા, આવશ્યક ચીજવસ્તુનો પૂરતો જથ્થો છે, કોઇ ભાવ વધારો નથી, પુરવઠાની ટીમો, મામલતદારોની ટીમો સતત મોનીટરીંગ કરી રહી છે.
મામલતદારો તથા નાયબ મામલતદારો પાસે એકઝી. મેજી.ના પાવર હોય છે, તેમ હાલ યુધ્ધની સ્થિતિ હોય મહેસુલી કારકૂન અને તલાટીઓને આવા પાવર અપાશે કે કેમ તે અંગે કલેકટરે જણાવેલ કે, હાલ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બરોબર છે, પરંતુ જો એવી સ્થિતિ ઉદ્્ભવે તો જરૂર પડયે અમે તલાટી કારકૂનને એકઝી.મેજી. ના પાવર આપી શકીએ છીએ, અને એવી જોગવાઇ પણ છે.
લોહી અંગે તેમણે જણાવેલ કે આપણી પાસે પૂરતુ બ્લક છે, સ્ટોક પણ કરી રહ્યા છીએ, આજે દરેક ૧૧ તાલુકામાં મહારકતદાન કેમ્પ યોજયા છે, સોમવારથી બ્લડ ડોનેશન કેમ્પ એક પછી એક સંસ્થાઓને બોલાવાશે બ્લડ અંગે હાલ કોઇ પેનીક નથી.
ફૂડ પેકેટો અંગે તેમણે જણાવેલ કે હાલ આપણા જીલ્લામાં કે અન્ય જીલ્લામાંથી ફુડ પેકેટની કોઇ ડીમાન્ટ નથી, પરંતુ અને વિવિધ સંસ્થાઓને તૈયારી રાખવા સૂચના આપી છે.
એઇમ્સ અંગે કલેકટરે જણાવેલ કે પોતે અત્યારે ત્યાં જાય છે, ત્યાં સ્પે. વોર્ડ પણ રહેશે, આજે ત્થા રકતદાન કેમ્પ છે, દવા-મેડીકલ સ્ટાફ, ડોકટરો-પાણી -રસ્તા વિગેરે તમામ બાબતો અમે જોઇ રહ્યા છીએ, શહેર-જિલ્લાના એક પણ સરકારી કર્મચારી-અધીકારીની રજા મંજુર નહી થાય, તમામની રજા કેન્સલ કરાઇ છે, મારો સ્ટાફ હાજર જ છે, તેમણે આજે કોર્પોરેશન, પોલીસ તંત્ર, પંચાયત તથા વિવિધ પ્રાંત સાથે સતત મીટીંગો યોજી, રિવ્યુ લીધો હતો. (૯.રર)
(3:36 PM IST)










