<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

૫૦ થી વધુ કાર ભાડેથી મેળવી બારોબાર વેંચી નાખવાના ગુનામાં ચીટર બીલાલશા પાસામાં ધકેલાયો

ક્રાઇમબ્રાંચે વોરંટની બજવણી કરી જામનગરના શખ્‍સને ભાવનગર જેલ હવાલે કર્યો

રાજકોટ તા.૧૦: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ૫૦ થી વધારે કાર ભાડેથી મેળવી બારોબાર વેંચી નાખી છેતરપીંડીના ગુનામાં જામનગરના શખ્‍સોને પાસામાં ધકેલી દીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ૫૦ થી વધારે કાર ભાડેથી મેળવી કાર બારોબાર વેંચી નાખી છેતરપીંડી આચરનાર  બીલાલશા હસનશા શાહમદાર (ઉ.વ.૩૨) (રહે. હર્ષદમીલની ચાલી જામનગર) વિરૂધ્‍ધ ભકિતનગર, બી-ડીવીઝન, ગાંધીગ્રામ, તાલુકા પોલીસ મથકમાં પાંચ ગુના નોંધાયા હતા. આ ગુનામાં બીલાલશાને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ, હેડ કોન્‍સ ઇન્‍દ્રજીતસિ઼હ સીસીદીયા અને રાહુલગીરીએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્‍નર બ્રઝેશ ઝા એ વોરંટ ઇસ્‍યુ કરતા ક્રાઇમ બ્રાંચના પી. આઇ. એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, ધનશ્‍યામભાઇ મેણીયા, ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્‍સ. કનકસિંહ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ગીરીરાજસિંહ જાડેજા, દિપકભાઇ ડાંગર, મનીષભાઇ ચાવડા, સંજયભાઇ અલગોતરે વોરંટની બજવણી કરી બિલાલશા શાહમદારની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્‍યો હતો.(૩.૨૨)ે

(4:05 PM IST)